ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરી જિલ્લામાંથી એક વિડિયો સામે આવ્યો છે, જેણે જોનારાઓને ચોંકાવી દીધા છે. અહીં એક માણસ પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાથી પોતાને બચાવવા માટે તે માણસે તેની સાથે 5 મિનિટ સુધી લડાઈ કરી. અંતે તે માણસની બહાદુરી કામ કરી ગઈ અને તે દીપડાના જડબામાંથી છટકી જવામાં સફળ રહ્યો. આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, દીપડા સાથેના સંઘર્ષમાં યુવક ઘાયલ પણ થયો છે.

