24 વર્ષીય યુવક કન્નન તમિઝસેલ્વને નવ વર્ષના બાળકને વીજળીના આંચકાથી બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. આ હૃદયદ્રાવક ઘટના 16 એપ્રિલના રોજ તમિલનાડુના ચેન્નઈના અરુમ્બક્કમ વિસ્તારમાં બની હતી, જેના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ યુવાનના હિંમતવાન કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. વાયરલ ફૂટેજમાં એક સ્કૂલનો બાળક પાણી ભરાયેલા રસ્તા પર વીજળીનો કરંટ લાગવાથી પીડાથી કણસતો જોવા મળે છે. પછી તમિઝસેલ્વન એક દેવદૂત જેમ પ્રવેશ કરે છે અને બાળકને મૃત્યુના મુખમાંથી બચાવે છે.

