કેરેબિયન ટાપુના દક્ષિણ ભાગમાં સ્થિત સિન્ટ માર્ટન દેશનો એક વિડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આમાં માહો બીચ પર જતા લોકો ઉડાન ભરવાની તૈયારી કરી રહેલા જેટની ખૂબ નજીક ઉભા રહેલા જોઈ શકાય છે. સ્વાભાવિક રીતે, તમે વિચારતા હશો કે જ્યારે આ લોકો ટેકઓફ દરમિયાન વિમાનની આટલી નજીક ઉભા હતા ત્યારે તેમનું શું થયું હશે.

