બર્લિન એરપોર્ટ પર કાળી બેગમાં અચાનક આગ લાગવાની ઘટનાએ મુસાફરો અને સ્ટાફમાં ગભરાટ ફેલાવ્યો છે. તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના એરપોર્ટ ટર્મિનલ પર બની હતી, જ્યાં એક બેગ આગમાં લપેટાયેલી જોવા મળી હતી, જ્યારે તેની સાથે રાખવામાં આવેલી અન્ય વસ્તુઓ સુરક્ષિત હતી. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક આગ બુઝાવવાના સાધનો વડે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ સમગ્ર ઘટના એક મુસાફર દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વિડિયોમાં કેદ થઈ હતી.
વિડિયોમાં તમે જોઈ શકો છો કે બેગમાં આગ લાગતા જ મહિલાઓ તરત જ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. જેના કારણે તે લપસી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. જો કે, આ ઘટના સંદર્ભે એક અહેવાલ સામે આવ્યો છે કે આ મહિલા સિવાય કોઈને ઈજા થઈ નથી કારણ કે સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ વિડિયો જોયા બાદ લોકોએ કહ્યું કે સારું છે કે ફ્લાઈટ દરમિયાન આ ઘટના બની નથી.
આ વિડિયો શેર કરતી વખતે પેસેન્જરે લખ્યું, 'POV: બર્લિન એરપોર્ટ પર ફ્લાઈટ માટે તૈયાર થઈ રહ્યો હતો, અને અચાનક કોઈની બેગમાં આગ લાગી. સદ્ભાગ્યે આ ઘટના ફ્લાઇટમાં બની નહતી.