
સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની ઘેલછામાં લોકો ગાંડપણની ચરમ સીમાએ પહોંચી રહ્યા છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે કહેશો કે આ સાવ ગાંડપણ છે. આજકાલ યુવાનો વીડિયો બનાવવાના ઉત્સાહમાં પોતાનો જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે. આ માટે યુવાનો પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. વાયરલ વીડિયોની વાત કરીએ તો કેટલાક મિત્રો વીડિયો બનાવવાની ગાંડપણની હદ વટાવી રહ્યા છે. આ વીડિયો પુણેનો જણાવવામાં આવી રહ્યો છે.
આ ઘટના પુણેમાં જાંબુલ વાડી સ્વામી નારાયણ મંદિર પાસે બની હતી. વીડિયોમાં એક યુવતી અને અન્ય બે યુવકો એક બિલ્ડિંગની છત પર ચઢી ગયા હતા. એકના હાથમાં કેમેરો છે અને બીજો બિલ્ડીંગની છત પર પડ્યો છે અને છોકરીનો હાથ પકડી રહ્યો છે. વીડિયોમાં છોકરી અગાસી પરથી લટકતી જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
https://twitter.com/punekarnews/status/1803647902327382127
આ વીડિયો ઓનલાઈન સામે આવતાની સાથે જ લોકોએ આ મૂર્ખામીભર્યા પ્રયાસ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. એક યૂઝરે કહ્યું કે આ બેદરકારીના કારણે છોકરીએ પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે. અન્ય ઈન્ટરનેટ યૂઝરે આ વીડિયોની નિંદા કરતા કહ્યું કે, "ભગવાન જાણે છે કે આજકાલના યુવાનોમાં શું ખોટું છે..." જ્યારે ઘણા લોકોએ તેને ગાંડપણ ગણાવ્યું અને પોલીસને રીલ સામે પગલાં લેવા કહ્યું.