Home / Trending : Child hangs from 8th floor of building

VIDEO : 8માં માળની બિલ્ડિંગ પર લટક્યું બાળક, વ્યક્તિ બચાવવા ગયો અને...

સોશિયલ મીડિયા પર દરરોજ આવા વિડિયો વાયરલ થાય છે, જે લોકોને આશ્ચર્યની સાથે સાથે પ્રેરણા પણ આપે છે. હાલમાં જ એક એવો જ વિડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકીને એક નાની બાળકીનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે વાયરલ થઈ રહેલો આ વિડિયો લગભગ 3 વર્ષ જૂનો છે. આ ઘટના સાથે જોડાયેલા ઘણા મીડિયા રિપોર્ટ પણ સામે આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે 11 મે, 2022ના રોજ કઝાકિસ્તાનની રાજધાની નૂર-સુલ્તાનમાં ત્રણ વર્ષની બાળકી આઠમા માળની બારીમાંથી લટકતી હતી. આ ખતરનાક પરિસ્થિતિ જોઈને ત્યાં હાજર એક વ્યક્તિએ વિચાર્યા વિના પોતાનો જીવ બચાવવા અદભૂત હિંમત બતાવી. વિડિયો જોયા બાદ લોકો આ વ્યક્તિની બહાદુરીના વખાણ કરતા થાકતા નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વ્યક્તિએ દેવદૂત બનીને બચાવવા આવ્યો જીવ

આ હૃદયદ્રાવક ઘટનાના વિડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ વર્ષની બાળકી તેની ઈમારતના આઠમા માળની બારીની કિનારે લટકતી હોય છે. એવું કહેવાય છે કે તેની માતા ખરીદી માટે ગઈ હતી અને બાળકે રમકડાંનો ઉપયોગ કરીને બારી પાસે પહોંચીને બહાર ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે લપસી ગયો અને બારીના કિનારેથી લટકવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને નીચે રોડ પર ઉભેલા લોકો ગભરાઈ ગયા હતા અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા સબિત શોનાકબાયેવ નામના 37 વર્ષીય વ્યક્તિની નજર છોકરી પર પડી.

કોઈપણ સુરક્ષા સાધનો વિના માણસે જીવ બચાવ્યો

સબિત તેના મિત્ર સાથે કામ કરવા જઈ રહ્યો હતો, પરંતુ છોકરીને જોખમમાં જોઈને તેણે તાત્કાલિક નિર્ણય લઈ લીધો. તે બિલ્ડીંગની અંદર દોડી ગયો અને સાતમા માળે આવેલ ફ્લેટમાં પહોંચ્યો જે બાળકીના નીચે હતો. ત્યાંથી તેણે બારી ખોલી અને બહાર ગયો અને ઉપર ચઢવા લાગ્યો. તેની પાસે સલામતીનાં સાધનો નહોતાં, દોરડું નહોતું-ફક્ત તેનો મિત્ર તેના પગ પકડીને તેને ટેકો આપતો હતો. વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સાબિત ખૂબ જ સાવધાનીથી બારીની કિનારે ઊભો હતો અને તેણે બાળકીના પગ પકડીને તેને નીચે ખેંચીને પોતાના ખોળામાં લઈ લીધો હતી. આ પછી તેણે છોકરીને સુરક્ષિત રીતે તેના મિત્રને સોંપી દીધી.

 

 

 

Related News

Icon