Home / Trending : 'Golden toilet' stolen from Churchill's birthplace

ચર્ચિલના જન્મસ્થળમાંથી ચોરાયુ હતું 'સોનાનું શૌચાલય', બે લોકોને 20 વર્ષની જેલની સજા

ચર્ચિલના જન્મસ્થળમાંથી ચોરાયુ હતું 'સોનાનું શૌચાલય', બે લોકોને 20 વર્ષની જેલની સજા

વિંસ્ટન ચર્ચિલના જન્મસ્થળ પર એક પ્રદર્શનમાં કલાકૃતિ તરીકે પ્રદર્શિત કરાયેલ 18 કેરેટ સોનાની ટોયલેટ શીટની ચોરી કરવા બદલ શુક્રવારે બે લોકોને જેલની સજા ફટકારવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ ટોયલેટ સામાન્ય ટોયલેટની જેમ જ કામ કરી શકતુ હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ ટોયલેટ ઈટાલિયન કલાકાર મૌરીઝિયો કેટેલન દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું અને દક્ષિણ ઈંગ્લેન્ડમાં બ્લેનહેમ પેલેસના ચર્ચિલ પરિવારના નિવાસસ્થાનમાંથી તેની ચોરી કરવામાં આવી હતી, જે એક મુખ્ય પ્રવાસી આકર્ષણ અને યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ છે.

આવી રીતે આપ્યો હતો ચોરીને અંજામ

ફેબ્રુઆરીમાં ઓક્સફર્ડ ક્રાઉન કોર્ટમાં ટ્રાયલની શરૂઆતમાં ફરિયાદી જુલિયન ક્રિસ્ટોફરે જ્યુરીને જણાવ્યું હતું કે, 14 સપ્ટેમ્બર 2019ના રોજ વહેલી સવારે પાંચ માણસોના એક જૂથે બે ચોરી કરેલી ગાડીઓને બંધ લાકડાના ગેટથી મહેલના મેદાનમાં ઘૂસાડી હતી. તેઓ એક બારીમાંથી અંદર ઘૂસ્યા અને લાકડાનો દરવાજો તોડી નાખ્યો અને ટોયલેટને દિવાલમાંથી ઉખેડી નાખ્યું અને પાંચ મિનિટ બાદ ત્યાંથી નીકળી ગયા. 

98 કિલો (216 પાઉન્ડ) વજન ધરાવતા આ ટોયલેટનો 6 મિલિયન ડોલરનો વીમો કરવામાં આવ્યો હતો. ફરિયાદીઓનું કહેવું છે કે, તેને વેચવા માટે કદાચ તેને સોનાના નાના-નાના ટૂકડામાં વિભાજિત કરવામાં આવ્યા હતા. સોનું ક્યારેય પાછું નહોતું મળ્યું. 

કોર્ટે સંભળાવી જેલની સજા

40 વર્ષીય જેમ્સ શીને ચોરી સોનાને રૂપાંતરિત કરવા અથવા ટ્રાન્સફર કરવાના કાવતરાના આરોપસર ટ્રાયલ પહેલાં પોતાનો દોષ સ્વીકાર્યો હતો. 39 વર્ષીય માઈકલ જોન્સને જ્યુરીએ ચોરી માટે દોષી ઠેરવ્યો. હવે કોર્ટે બંનેને 20 વર્ષની જેલની સજા ફટકારી છે.

Related News

Icon