Home / Trending : Here is a strange tradition of Holi

બાપ રે! અહીં છે હોળીની અજીબ પરંપરા, કોઈ યુવક યુવતીને રંગ છાંટે તો કરવા પડે છે લગ્ન!

બાપ રે! અહીં છે હોળીની અજીબ પરંપરા, કોઈ યુવક યુવતીને રંગ છાંટે તો કરવા પડે છે લગ્ન!
રંગબેરંગી રંગોનો તહેવાર હોળી યુવાઓ ખૂબજ ઉત્સાહથી મનાવતા હોય છે પરંતુ ઝારખંડના સંથાલ આદિવાસી સમુદાયમાં છોકરો જે છોકરીને રંગ છાંટે તો તેને ફરજીયાત એની સાથે લગ્ન કરવા પડે છે. આ અજીબો ગરીબ પરંપરા ઝારખંડના પશ્ચિમ સિંહભૂમથી પશ્ચિમ બંગાળના જલપાઇગુડીના વિસ્તારો સુધી જોવા મળે છે. દાયકાઓ વિતી ગયા છતાં રીવાજમાં કોઇ જ પરિવર્તન આવ્યું નથી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર સંથાલ આદિવાસી સમુદાયના ગામોમાં પુરુષો કરતા પણ મહિલાઓ વધારે ઉત્સાહથી હોળી રમે છે જેમાં અપરણીત યુવતીઓ પણ ભાગ લે છે. કુંવારી યુવતીઓ એક બીજાને હોળીના રંગ છાંટે છે પરંતુ કોઇ યુવક જો કુંવારી યુવતીને હોળીનો રંગ છાંટે તો એ યુવતી સાથે લગ્ન કરવા પડે છે. આથી યુવકો ભૂલથી પણ રંગ ના છંટાઇ જાય તેની કાળજી રાખે છે. રંગ છાંટયા પછી જો યુવક લગ્ન કરવાની ના પાડે તો તે જે ઘરમાં રહે છે એની સંપતિ યુવતીના નામે કરવી પડે છે જેમાં યુવકના માતા પિતા પણ ના પાડી શકતા નથી. હોળી તહેવારમાં જે યુવક યુવતીઓ એકબીજાને પસંદ કરે છે તે જ હોળી રમે છે.
Related News

Icon