Home / Trending : Only 1 lemon sold for Rs 13,000

OMG! 13,000 રૂપિયામાં વેચાયું માત્ર 1 લીંબુ, ખરીદવા માટે લોકોએ કરી પડાપડી!

OMG! 13,000 રૂપિયામાં વેચાયું માત્ર 1 લીંબુ, ખરીદવા માટે લોકોએ કરી પડાપડી!

એક સામાન્ય લીંબુ, જેની કિંમત માત્ર 2 અથવા 3 રૂપિયા છે, એવામાં તમિલનાડુના ઈરોડ જિલ્લામાં માત્ર એક લીંબુની હરાજી રૂ. 13,000માં થઈ હતી. આ લીંબુ આટલી ઊંચી કિંમતે વેચવામાં આવ્યું કારણ કે તેનો ઉપયોગ ગામના મંદિરમાં ધાર્મિક વિધિમાં કરવામાં આવતો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

13,000 રૂપિયામાં લીંબુ ખરીદ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહા શિવરાત્રિ પર્વની પરંપરા મુજબ બુધવારે મધ્યરાત્રિએ તમિલનાડુના વિલક્કેથી ગામમાં પઝમથિન્ની કરુપ્પા ઇશ્વરન મંદિરમાં હરાજી કરવામાં આવી હતી. જેમાં, ભક્તો મુખ્ય દેવતાની મૂર્તિ પર મૂકવામાં આવેલી પવિત્ર વસ્તુઓ માટે બોલી લગાવે છે, આ હરાજીમાં લીંબુ, ચાંદીની વીંટી અને ચાંદીનો સિક્કો સામેલ છે. આ વખતે થંગારાજ નામના વ્યક્તિએ રૂ. 13,000 માં લીંબુ ખરીદ્યું, જ્યારે અરાચલુરના ચિદમ્બરમે રૂ. 43,100માં ચાંદીની વીંટી ખરીદી.

આ પહેલા પણ લીંબુની ઉંચી કિંમતે થઇ છે હરાજી 

આ પહેલીવાર નથી જ્યારે મંદિરમાં ચડાવવામાં આવતા લીંબુની આટલી ઊંચી કિંમતે હરાજી કરવામાં આવી હોય. ગયા વર્ષે, તામિલનાડુના વિલુપ્પુરમ જિલ્લામાં ભગવાન મુરુગન મંદિરમાં 9 લીંબુની 2.36 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી, જેમાંથી એક લીંબુ 50,500 રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. ભક્તો આમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને મંદિર પૂજામાં વપરાતી પવિત્ર વસ્તુઓને  આસ્થા અને પરંપરાનું પ્રતીક માનીનેતેને ખરીદવા માટે ઊંચી બોલી લગાવે છે.

 

 


Icon