તમે ટેસ્લા કંપનીના સાયબર ટ્રક વિશે સાંભળ્યું જ હશે. એ જ વાહન જે અનેક પ્રકારના હુમલાઓનો સામનો કરવા સક્ષમ છે. આ સાયબર ટ્રક પાકિસ્તાનમાં પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
આ પણ વાંચો: VIDEO: મહાકુંભમાં જોવા મળ્યું બાબાનું ઉગ્ર સ્વરુપ, ગદા ફેરવતા જ...
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સાયબર ટ્રકની એક કોપી પાકિસ્તાનના રસ્તાઓ પર દોડતી જોવા મળે છે. પહેલી નજરે તો આ વાહન બિલકુલ સાયબર ટ્રક જેવું લાગે છે, પરંતુ વાહન વળતાંની સાથે જ સ્પષ્ટ થઈ જાય છે કે તે તો સાયબર ટ્રકની સસ્તી કોપી છે. પાકિસ્તાની યુઝર્સ તેની પ્રશંસા કરી રહ્યા છે અને તેને એક સિદ્ધિ ગણાવી રહ્યા છે. ત્યારે ભારતીય યુઝર્સ મજા ઉડાવી રહ્યા છે.