આજના યુવાનોને રીલ બનાવીને ફેમસ થવાનું એટલું ઝનૂન છે કે તેઓ પોતાનો જીવ જોખમમાં મુકતા પણ ખચકાતા નથી. હવે આ વિડિયો જુઓ જે ચાલતી ટ્રેનમાંથી વાયરલ થયો હતો. જેમાં એક યુવક ટ્રેનની છત પર ચઢીને ખતરનાક સ્ટંટ કરતો બતાવવામાં આવ્યો છે. જો કે, વિડિયોમાં આગલી ક્ષણમાં જે પણ થશે, વિશ્વાસ કરો તમે હચમચી જશો.
આ પણ વાંચો : VIDEO : બાપ રે! આવી વ્યક્તિ તો આખી દુનિયામાં નહીં હોય, આની હરકત જોઈ તમે પણ ડરી જશો
વાયરલ થઈ રહેલા વિડિયોમાં તમે જોશો કે ટ્રેન પોતાની ગતિએ દોડી રહી છે. આ દરમિયાન એક યુવક બે કોચની વચ્ચે ઊભો રહેલો અને ટ્રેનની છત પર ચડતો જોવા મળે છે. જો કે, તેને ખ્યાલ નહોતો કે બીજી જ ક્ષણે તેની સાથે કંઈક ખૂબ જ ખરાબ થવાનું છે. વિડિયોમાં જોઈ શકાય છે કે છોકરો કોચની ઉપર ચઢતાની સાથે જ ઘણો ખુશ થઈ જાય છે અને પછી પૂરા આત્મવિશ્વાસ સાથે ખતરનાક સ્ટંટ કરવા લાગે છે.
જો કે, થોડી સેકંડ પછી છોકરા સાથે એક અણધારી ઘટના બને છે. તે ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાય છે અને જોરથી ધડાકા સાથે પડી જાય છે. વીડિયોમાં યુવકની દર્દનાક સ્થિતિ વધુ જોવા મળે છે, જેમાં તેનો એક હાથ સંપૂર્ણપણે બળી ગયેલો જોવા મળે છે.