
સચિન મીના અને સીમા હૈદર વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે. પાકિસ્તાની ભાભીના નામથી ફેમસ સીમા હૈદરની પ્રેગ્નન્સીના સમાચાર ઘણી વખત સામે આવ્યા હતા. પરંતુ આ વાતની ક્યારેય પુષ્ટિ થઈ શકી નથી. આ વખતે સીમાએ પોતે બે પુરાવા બતાવીને પોતાની પ્રેગ્નન્સીના સમાચાર જાહેર કર્યા છે. હા, સીમા હૈદર સાત મહિનાની ગર્ભવતી છે. તે ફેબ્રુઆરીમાં સચિન મીનાના બાળકને જન્મ આપશે.
આ વિશે સીમા હૈદરે પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું. યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર પણ વીડિયો શેર કર્યો છે. પ્રેગ્નેન્સી કીટ બતાવતા તેણે કહ્યું- હું 7 મહિનાની ગર્ભવતી છું. અમારા ઘરે ટૂંક સમયમાં એક નાનો મહેમાન આવવાનો છે. સીમાએ પુરાવા તરીકે પોતાનો બેબી બમ્પ પણ બતાવ્યો. એમ પણ કહ્યું- બાળક ખરાબ નજરથી પીડાય નહીં તે માટે અમે અત્યાર સુધી આ વાત છુપાવીને રાખી હતી. જ્યારે બધું બરાબર હોય ત્યારે જ અમે તેની જાહેરાત કરવા માગતા હતા.
ગેરકાયદેસર રીતે ભારત આવી હતી
આ વર્ષે મે મહિનામાં નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા ગ્રેટર નોઈડાના રાબુપુરા ગામમાં તેના પ્રેમી સચિન મીના સાથે રહે છે. સીમા પાકિસ્તાનથી તેના ચાર બાળકો પણ લઈને આવી હતી. જે સીમાના પહેલા પતિના છે. ગેરકાયદેસર રીતે ભારત આવવા બદલ જુલાઈમાં ધરપકડ કરાયેલી સીમા હાલ જામીન પર છે. તે હજુ પોલીસ તપાસ હેઠળ છે. બીજી તરફ તેણે ભારતીય નાગરિકતા માટે રાષ્ટ્રપતિ સમક્ષ અરજી પણ કરી છે.
instagram.com/p/DD4NzCiyavW/
સીમા હૈદરનો ઘટસ્ફોટ
આ દરમિયાન સીમાએ હવે સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો છે કે તે ફરી એકવાર માતા બનવા જઈ રહી છે. તેણે જણાવ્યું કે તેનો સાતમો મહિનો શરૂ થઈ ગયો છે. વીડિયોમાં સીમાએ કહ્યું- આજ સુધી મેં આ વાતનો ખુલાસો નથી કર્યો યોગ્ય સમયે અમે પોતે જ તેની જાહેરાત કરવા માંગતા હતા. હવે છોટા સચિન, છોટા મુન્ના કે મુન્ની આવશે.
સીમાએ જણાવ્યું કે શરૂઆતમાં ત્રણ મહિનાથી તેની તબિયત થોડી ખરાબ હતી. પરંતુ હવે બધું બરાબર છે. આ ખુશખબર શેર કરતી વખતે સીમા અને સચિન ખૂબ જ ખુશ દેખાતા હતા.