Home / Trending : Sunita Williams welcomed by dolphins

VIDEO : સુનિતા વિલિયમ્સનું ડોલ્ફિનએ કર્યું સ્વાગત, અવકાશયાન દરિયામાં ઉતરતા જ માછલીઓએ ઘેરી લીધું

ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ તેના સાથીદાર બૂચ વિલ્મોર સાથે 9 મહિના પછી પૃથ્વી પર પરત ફર્યા છે. નાસાના આ બે અંતરિક્ષયાત્રીઓ કુલ 286 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. 17 કલાકની મુસાફરી પછી ડ્રેગન અંતરિક્ષયાન 19 માર્ચના રોજ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થયું હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુનિતા વિલિયમ્સનું ડોલ્ફિને કર્યું સ્વાગત

ભારત સહિત વિશ્વભરમાં કરોડો લોકો સુનિતા વિલિયમ્સને પરત લાવવાનું નાસાનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા હતા. ડ્રેગન કેપ્સ્યુલ જોરથી દરિયામાં પડવાની સાથે જ ત્યાં એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. સુનિતાના યાનને દરિયામાં ડોલ્ફિને ઘેરીને તેની આસપાસ કૂદવા લાગી હતી. આ દ્રશ્ય એવું લાગી રહ્યું હતું કે જાણે આ ડોલ્ફિન 9 મહિના પછી પૃથ્વી પર પરત ફરેલી સુનિતાનું સ્વાગત કરી રહી છે. આ ખૂબ જ સુંદર દ્રશ્ય હતું.

એલન મસ્કે શેર કર્યો વિડિયો 

સુનિતાને ધરતી પર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઉદ્યોગપતિ એલન મસ્કે X પર આ વિડિયો રીપોસ્ટ કર્યો છે. જૂન 2024માં સુનિતા વિલિયમ્સ માત્ર 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. આ મિશનમાં બુચ વિલ્મોર પણ તેમની સાથે હતા. સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે બોઈંગનું સ્ટારલાઈનર અવકાશયાન, જે તેમને પૃથ્વી પર પાછું લાવવાનું હતું, તે તૂટી ગયું. આ પછી લાંબો સમય રાહ જોવી પડી. અંતે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા બાદ તેમણે આ કામ એલન મસ્કને સોંપી દીધું. ત્યારબાદ આ મિશન 19 માર્ચ 2025ના રોજ પૂર્ણ થયું હતું.

Related News

Icon