Home / Trending : The couple gave birth to nine daughters in the madness of their son

પુત્રની ઘેલછામાં પેદા કરી નવ દીકરીઓ, દંપતીએ નામ પણ વિચિત્ર રાખ્યા

પુત્રની ઘેલછામાં પેદા કરી નવ દીકરીઓ, દંપતીએ નામ પણ વિચિત્ર રાખ્યા

સોશિયલ મીડિયા અચરજ પમાડે તેવી ઘટનાનો વાંચવા મળતી હોય છે. કેટલીક અજીબોગરીબ ઘટનાઓ પણ હોય છે. સોશિયલ મીડિયા પર પૂર્વી ચીનના એક વિસ્તારમાંથી આવા જ એક સમાચાર આવ્યા છે. અહીં, એક ચીની દંપતીએ છોકરાની ઈચ્છામાં 9 છોકરીઓને જન્મ આપ્યો. આ દંપતીએ 20 વર્ષના સમયગાળામાં જન્મેલી નવ છોકરીઓના નામનો છેલ્લો અક્ષર Dથી રાખ્યો છે, જેનો અર્થ ચીની ભાષામાં ભાઈ થાય છે. આ પ્રયાસો જ બતાવે છે કે દંપતીને પુત્રેચ્છા કેટલી પ્રબળ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બહેનોના નામ ચીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય બન્યા

જિઆંગસુ પ્રાંતના હુઆઆન ગામમાં ઉછરેલી આ બહેનોના નામ ચીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ બધી છોકરીઓના પિતા હાલમાં 81 વર્ષના છે. તેમણે તેમની બધી દીકરીઓ માટે એવા નામ પસંદ કર્યા છે, જે તેમના હૃદયની ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે. સૌથી મોટી દીકરી હાલમાં 60 વર્ષની છે, તેનું નામ ઝાઓડી છે, જેનો અર્થ ચીની ભાષામાં ભાઈની વિનંતી થાય છે. બીજું નામ પાંડી છે, જેનો અર્થ થાય છે ભાઈની રાહ જોવી. ત્રીજું નામ વાંગડી છે, જેનો અર્થ થાય છે ભાઈની રાહ જોવી. ચોથા નંબરે જિયાંગડી છે, જેનો અર્થ છે કે હું મારા ભાઈ વિશે વિચારી રહી છું.

ભાઈ આવી રહ્યો છે...

આ ઉપરાંત, પાંચમા નંબરે લાઈડી છે, જેનો અર્થ છે કે, ભાઈ આવી રહ્યો છે. છઠ્ઠા નંબરની પુત્રીનું નામ યિંગડી કે જેનો અર્થ ભાઈનું સ્વાગત છે. સાતમા નંબરે નિયાન્ડી છે, જેનો અર્થ થાય છે તેના ભાઈની ખોટ. આઠમા નંબર પર ચૌડી છે, જેનો અર્થ ભાઈ માટે નફરત છે અને નવમા નંબર પર મેંગડી છે, જેનો અર્થ ભાઈનું સપનું છે.

અમે હંમેશા ખુશીથી જીવીએ છીએ

પોતાના પિતાના સ્વપ્ન વિશે વાત કરતા, જિયાગંડીએ એક પોસ્ટમાં લખ્યું કે, અમારા માતા-પિતાને એક પુત્રની ઈચ્છા હતી. જેને પગલે આજે અમે નવ બહેનો છીએ. તેમની પુત્રેચ્છાને કારણે અમારી બધી બહેનોના નામ આવી રીતે રાખ્યા પરંતુ માતાપિતાએ ક્યારેય અમારી સાથે ખરાબ વર્તન કર્યું નથી. અમારા પિતા હંમેશા અમને પ્રેમ કરતા હતા. અમારું મોટું કુટુંબ છે અને અમે હંમેશા ખુશીથી જીવીએ છીએ.

પોતાના પિતાની પ્રશંસા કરતા જિયાગંડીએ કહ્યું કે ગરીબ ખેડૂત હોવા છતાં અમારા પિતાએ અમારા શિક્ષણમાં કોઈ કસર છોડી ન હતી. તેમણે જ અમને અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રેરણા આપી. 


Icon