ચોરોનું મન અદ્ભુત સ્તરે કામ કરે છે કારણ કે તેને પોતાની ચાલાકી બતાવવાની તકની જરૂર હોય છે. સોશિયલ મીડિયા પર તમને આના ઘણા ઉદાહરણો મળશે. જ્યાં ચોરોએ પોતાનું કામ એવી રીતે કર્યું કે જોનારા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આજકાલ આવા જ એક ચોરનો વિડિયો સામે આવ્યો છે. જ્યાં ચોરે ચાલતી ટ્રેનમાં એક વ્યક્તિના હાથમાંથી ફોન છીનવી લીધો અને જ્યારે તેનો વિડિયો લોકો વચ્ચે આવ્યો ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ, ત્યારે આપણે ગેટ પર ઊભા ન રહેવું જોઈએ કારણ કે ચોરો ઘણીવાર આવા લોકોને પોતાનો શિકાર બનાવે છે. હવે ઉપરોક્ત આપેલો વિડિયો જુઓ. જ્યાં ચોરે ગેટ પર ઉભેલા વ્યક્તિના હાથમાંથી ફોન છીનવી લીધો. તે માણસની યુક્તિ એટલી જબરદસ્ત હતી કે સામેનો મુસાફર તેના વિશે કંઈ કરી જ ના શક્યો. આ વિડિયો એટલો ચોંકાવનારો છે કે તે લોકોમાં આવતાની સાથે જ વાયરલ થઈ ગયો.
આ વાયરલ વિડિયોમાં તે વ્યક્તિ હાથમાં લાકડી લઈને રેલ્વે ટ્રેકની બાજુમાં ઉભો છે. આ સમયે તેની સામેથી એક ટ્રેન પસાર થઈ રહી છે અને તે પોતાની તકની રાહ જોઈ રહ્યો છે. હવે ગેટ પર ફોન વાપરતા એક માણસ દેખાય રહ્યો છે, તે તેની નજીક આવતાની સાથે જ છોકરાના હાથમાંથી ફોન તરત જ સરકી જાય છે, ફોન જમીન પર પડી જાય છે અને ટ્રેન ધ્રુજારીનો અવાજ કરતી આગળ વધે છે. આવી સ્થિતિમાં મુસાફર કંઈ કરી શકતો નથી. આ પછી ચોર દોડતા દોડતા ફોન ઉપાડી લે છે.