Home / Trending : Two young men risked their lives to make a reel

VIDEO : રીલ બનાવવા માટે બે યુવકોએ જીવ જોખમમાં મુક્યો, આ દૃશ્યો જોઈ તમે પણ ચોંકી જશો 

આજકાલ સોશિયલ મીડિયાનો યુગ છે અને તમને લગભગ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાના કોઈને કોઈ પ્લેટફોર્મ પર જોવા મળશે. કેટલાક લોકો રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, જ્યારે કેટલાક લોકો તે રીલ્સ જોવા જાય છે. જો તમે સોશિયલ મીડિયા પર છો અને રીલ્સ જુઓ છો, તો તમે જોયું જ હશે કે કેટલાક લોકો ફક્ત રીલ્સ માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આવા ઘણા વિડિયો વાયરલ થયા છે અને હવે બીજો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વાયરલ વિડિયોમાં શું બતાવવામાં આવ્યું?

હાલમાં જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે કોઈ ઊંચા ટેકરીનો લાગે છે. ત્યાં બે છોકરાઓ સૂકા ઝાડની પાતળી ડાળી પર લટકીને મજા કરી રહ્યા છે. હવે જો કોઈનો હાથ આટલી ઊંચાઈ પરથી લપસી જાય અથવા ડાળી સૂકી હોવાને કારણે તૂટી જાય, તો તેનું શું થશે તેની કલ્પના પણ ના કરી શકાય. લોકો ફક્ત પોતાની રીલ્સ વાયરલ કરવા અને પ્રખ્યાત થવા માટે જે પ્રકારની વિચિત્ર હરકતો કરી રહ્યા છે તે ખરેખર ચિંતાજનક છે.

 

Related News

Icon