
દરેકને વ્યક્તિને પૈસાની જરૂર હોય છે. આજના સમયમાં જો કોઈને પૈસાની જરૂર હોય, તો તે કોઈપણ બેંકના ATMમાંથી પૈસા ઉપાડી શકે છે. પરંતુ વર્ષો પહેલા આ શક્ય ન હતું. આજે અમે તમને જણાવીશું કે ATMની શોધ કેવી રીતે થઈ અને ATMનું પૂરું નામ શું છે.
ATMનું પૂરું નામ
આજકાલ બેંકમાં જમા પૈસા ઉપાડવા ખૂબ જ સરળ છે. આ માટે તમે કોઈપણ બેંકના ATMમાં જઈને પૈસા ઉપાડી શકો છો. પરંતુ શું તમે પૈસા ઉપાડવા માટે જે મશીનનો ઉપયોગ કરો છો તેનું પૂરું નામ જાણો છો? આખરે એટીએમનું પૂરું નામ શું છે? ATMનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન (Automated Teller Machine) છે. ATM એ એક કોમ્પ્યુટરાઈઝ્ડ ઉપકરણ છે, જે લોકોને કોઈપણ વ્યક્તિની મદદ વિના વિવિધ બેંકિંગ વ્યવહારો કરવા સક્ષમ બનાવે છે.
ATMની શોધ
નિષ્ણાતોના મતે, પ્રથમ સ્વચાલિત બેંકિંગ મશીન અમેરિકન શોધક અને ઉદ્યોગપતિ લ્યુથર સિમજિયન દ્વારા વર્ષ 1939માં બનાવવામાં આવ્યું હતું. જો કે તે મશીન ગ્રાહકો દ્વારા સ્વીકારવામાં આવ્યું ન હતું. જેના કારણે તેને દૂર કરવામાં આવ્યું હતું. આ સિવાય અમેરિકામાં પ્રથમ ઓટોમેટેડ બેંકિંગ મશીન ડોનાલ્ડ વેગેલ દ્વારા સપ્ટેમ્બર 1969માં કેમિકલ બેંકની શાખામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. રોકડ ઉપાડવા માટેનું પ્રથમ ATM 27 જૂન 1967ના રોજ બાર્કલેઝ બેંક ઓફ લંડનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભારતમાં પ્રથમ વખત ATM સેવા 1987માં શરૂ કરવામાં આવી હતી, જ્યારે HSBC એ મુંબઈમાં આ મશીન ઈન્સ્ટોલ કર્યું હતું.
ATMના અલગ અલગ નામ
તમને જણાવી દઈએ કે ATMને અલગ-અલગ દેશોમાં ઘણા નામોથી ઓળખવામાં આવે છે. યુનાઈટેડ કિંગડમ અને ન્યુઝીલેન્ડની જેમ તેને કેશ પોઈન્ટ અથવા કેશ મશીન કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં તેને મની મશીન કહેવામાં આવે છે. ભારતમાં એટલે કે આપણા દેશમાં તેને ATM મશીન કહેવામાં આવે છે. આજે, ભારતના દરેક શહેરમાં ATM મશીન ઉપલબ્ધ છે, જેના કારણે સામાન્ય નાગરિકોને પૈસા ઉપાડવા માટે અનુકૂળતા રહે છે.