
શું તમે ક્યારેય વિચાર્યું છે કે દેશના કયા રાજ્યમાં સૌથી વધુ દારૂનું સેવન થાય છે? ક્યારેક ને ક્યારેક તમે આ મુદ્દા પર ચર્ચા કરી હશે કે કયા રાજ્યોમાં પુરુષો સૌથી વધુ દારૂ પીવે છે કે સ્ત્રીઓ. આ પ્રશ્નોના જવાબો એક સર્વે દ્વારા બહાર આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતના ઉત્તર પૂર્વ પ્રાંતના રાજ્યો આ યાદીમાં ટોચ પર છે. સર્વે મુજબ, અહીંની મહિલાઓ સૌથી વધુ દારૂનું સેવન કરે છે.
આ સર્વે મુજબ, આસામમાં દારૂ પીતી મહિલાઓનું પ્રમાણ સૌથી વધુ છે. દેશમાં 15-49 વર્ષની વયની મહિલાઓમાં દારૂનું સેવન સરેરાશ 1.2 ટકા છે, જ્યારે આસામમાં આ સરેરાશ 16.5 ટકાની નજીક છે. આસામ પછી મેઘાલયે આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, જ્યાં 8.7 ટકા મહિલાઓ દારૂ પીવે છે.
આ યાદીમાં અરુણાચલ પ્રદેશ ત્રીજા સ્થાને છે જ્યાં ૩.૩ ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. સિક્કિમમાં ૦.૩ ટકા મહિલાઓ અને છત્તીસગઢમાં ૦.2 ટકા મહિલાઓ દારૂ પીવે છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે સર્વે મુજબ, અરુણાચલ પ્રદેશના પુરુષો દેશમાં સૌથી વધુ દારૂ પીવે છે. અહીં 15-49 વર્ષની વયના 59% પુરુષો દારૂનું સેવન કરે છે.