
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે પોલીસ કમિશનરની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઘટનાને એક વર્ષ થવા છતાં જવાબદાર અધિકારીઓ સામે પૂરતાં પગલાં લેવાયા ન હોવાથી કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. પીડિતોને ન્યાય અપાવવા પાંચ દિવસીય કાર્યક્રમની જાહેરાત કરી છે.
કોંગ્રેસે TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે પાંચ દિવસના કાર્યક્રમની જાહેરાત કરી છે, જેના ભાગરૂપે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે, આ દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક નેતાઓની અટકાયત કરી હતી. પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા હતા.