Home / World : US court deals big blow to Trump government, bans 'Liberation Day' tariffs

આ તેમના અધિકારની બહાર છે... US કોર્ટનો ટ્રમ્પ સરકારને મોટો ઝટકો, 'લિબરેશન ડે' ટેરિફ પર મૂક્યો પ્રતિબંધ

આ તેમના અધિકારની બહાર છે... US કોર્ટનો ટ્રમ્પ સરકારને મોટો ઝટકો, 'લિબરેશન ડે' ટેરિફ પર મૂક્યો પ્રતિબંધ

US Court Blocks Trump’s Tariffs Policy: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અણઘડ નીતિઓને કારણે ટ્રેડ કોર્ટે તેમની ઝાટકણી કાઢી છે. ટ્રમ્પની વૈશ્વિક સ્તરે ટેરિફ પોલિસીને યુએસ ટ્રેડ કોર્ટે ગેરકાયદે ગણાવતાં રોક મૂકી છે.  કોર્ટે ટ્રમ્પે ઈમરજન્સી પાવર હેઠળ વિવિધ દેશો પર 'લિબરેશન ડે' ટેરિફ યોજનાઓએ અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મેનહટ્ટનની આંતરરાષ્ટ્રીય વેપાર માટેની કોર્ટમાં ત્રણ જજની પેનલે બીજી એપ્રિલના રોજ લિબરેશન ડે દરમિયાન વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદે ગણાવ્યા છે. ટ્રમ્પે એક્ઝિક્યુટીવ ઓર્ડર જાહેર કરતાં અમેરિકામાં નિકાસ  થતાં ગુડ્સ પર 10 ટકા બેઝલાઈન ટેરિફ લાદ્યો હતો. તેમજ ચીન-યુરોપિયન દેશો સહિત વિવિધ દેશો પર ઊંચા ટેરિફની જાહેરાત કરી હતી. જેના પર ટ્રેડ કોર્ટે રોક મૂકવા આદેશ આપ્યો છે.

ટ્રમ્પે પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો
અરજી પર સુનાવણી કરતાં કોર્ટ ઑફ ઈન્ટરનેશનલ ટ્રેડની ત્રણ જજની પેનલે કહ્યુ કે, અમેરિકાના બંધારણ હેઠળ વિદેશી દેશો સાથે વેપારને નિયંત્રિત કરવાનો હક માત્ર અમેરિકન કોંગ્રેસ પાસે છે. રાષ્ટ્રપ્રમુખ પાસે નહીં. ટ્રમ્પે ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટનો ઉપયોગ કરી ટેરિફ લાદ્યો છે. પરંતુ તે બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. રાષ્ટ્રપ્રમુખ દ્વારા ટેરિફ લાદવાનો દાવો રાષ્ટ્રપતિની મર્યાદા હેઠળ આવતો નથી. કાયદો તેમને તેનો હક આપતો નથી. આ ટેરિફ ગેરકાયદે છે. ઈમરજન્સી પાવર્સ હેઠળ પણ રાષ્ટ્રપ્રમુખને મર્યાદિત અધિકાર મળે છે.

ટ્રમ્પ સરકારની દલીલ ફગાવાઈ
ટ્રમ્પ સરકારે દલીલ કરી હતી કે, 1971માં તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિક્સને ઈમરજન્સી પાવર્સ એક્ટ હેઠળ ટેરિફ લાદ્યા હતાં. ત્યારે કોર્ટે તેમને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપ્રમુખની ઈમરજન્સી સ્થિતિને માન્યતા આપવાનો હક કોર્ટ પાસે નથી. કોંગ્રેસ પાસે છે. પરંતુ કોર્ટે આ દલીલનો માન્ય ન ગણતા ફગાવી હતી.

ટ્રમ્પ સરકાર કોર્ટના ચુકાદાને પડકારશે?
ટ્રમ્પ સરકાર કોર્ટના  આ નિર્ણયને યુએસ કોર્ટ ઑફ અપીલ્સ ફૉર ધ ફેડરલ સર્કિટમાં પડકારી શકે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ પણ જઈ શકે છે. પહેલીવાર અમેરિકાની ટ્રેડ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યો છે. રાષ્ટ્રપ્રમુખ કોંગ્રેસની મંજૂરી વિના આટલો બધો ટેરિફ લાદી શકે નહીં. 

શા માટે ટ્રમ્પના ટેરિફને પડકારવામાં આવ્યો
નાના વેપારીઓના સંગઠને ટ્રમ્પની ટેરિફ નીતિને પડકારતા કોર્ટમાં અપીલ કરી હતી. આ સિવાય 12 ડેમોક્રેટિક એટર્ની જનરલ્સ દ્વારા પણ આ મુદ્દે અપીલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, ટ્રમ્પે જે કાયદાની મદદથી ટેરિફ લાદ્યો છે. તેનો હક તેમની પાસે નથી. ટ્રમ્પ માને છે કે, અમેરિકાની વેપાર ખાધ ઘટાડવા ટેરિફ કારગર સાબિત થશે. પરંતુ તે માત્ર એક કલ્પના છે. દાયકાઓથી વેપાર ખાધ ચાલી રહી છે. પરંતુ તેનાથી કોઈ સંકટ સર્જાયુ નથી. તેનાથી વિપરિત ટેરિફના કારણે મોંઘવારીમાં વધારો થવાની ભીતિ સર્જાઈ છે.

 

 

 

 

 

 

Related News

Icon