Home / Business : Trump: RBI likely to provide relief on Wednesday amid tariff tussle, important announcement to be made

Trump: ટેરિફની માયાજાળ વચ્ચે RBI બુધવારે રાહત આપે તેવી શક્યતા, મહત્ત્વની થશે જાહેરાત

Trump: ટેરિફની માયાજાળ વચ્ચે RBI બુધવારે રાહત આપે તેવી શક્યતા, મહત્ત્વની થશે જાહેરાત

RBI Likely to Cut Rates: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારાને કારણે ગ્લોબલ ટ્રેડ વોરને લઈને સમગ્ર વિશ્વમાં તણાવ છે. તેના કારણે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે સંપૂર્ણ ફોકસ ભારતીય રિઝર્વ બેંક (RBI) ની આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠક પર છે. હકીકતમાં, નવા નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંકની પહેલી નાણાકીય નીતિ સમિતિની બેઠક 7 એપ્રિલ, સોમવારના રોજ શરૂ ગઈ છે અને આજે આ બેઠકનો બીજો દિવસ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં મળેલી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો આવતીકાલે એટલે કે, 9 એપ્રિલ,  બુધવારના રોજ જાહેર કરવામાં આવશે. આ બેઠકમાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો થવાનો અંદાજ છે. જેથી કરીને આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે,અને EMIનો બોજ પણ ઓછો થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે, આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી તેની છેલ્લી બેઠકમાં RBI એ મુખ્ય વ્યાજ દર રેપો 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કર્યો હતો. આ મે, 2020 પછી રેપો રેટમાં પહેલો ઘટાડો હતો અને અઢી વર્ષ પછી પહેલો સુધારો હતો.

અર્થતંત્રને ટેકો આપવા  RBI વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે: વિશ્લેષકો
અલગ-અલગ વિશ્લેષકોના કહેવા પ્રમાણે RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં કેટલીક રાહતની જાહેરાતો થઈ શકે તેમ છે. મોટાભાગના વિશ્લેષકોનું માનવું છે કે, વૈશ્વિક સમસ્યાઓ વધુ વણસે તે પહેલાં અર્થતંત્રને ટેકો આપવા માટે RBI એપ્રિલ અને જૂનમાં વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. ઈન્ડસ્ટ્રીઝના વિશ્લેષકોનું માનવું છે કે, આગામી નીતિ બેઠકમાં 25 બેસિસ પોઈન્ટ (BPS)ના દરમાં ઘટાડો થવાની અપેક્ષા છે. 

RBI શું વલણ અપનાવશે તે અંગે ચર્ચા
વિશ્લેષકોનું માનવું છે કે, ફુગાવામાં ઘટાડો, આર્થિક વૃદ્ધિ ધીમી પડવી, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાને કારણે RBI પાસે હવે એક્શન લેવાની જગ્યા છે. જોકે, RBI શું વલણ અપનાવશે તે અંગે ચર્ચા ચાલી રહી છે.

શું કહે છે SBI રિપોર્ટ
SBIના એક રિસર્ચ રિપોર્ટમાં કહ્યું છે કે, વેપાર-સંબંધિત ટેરિફ અવરોધો, તીવ્ર ચલણની અસ્થિરતા અને વિભાજિત મૂડી પ્રવાહની પરસ્પર જોડાયેલી અસરોને કારણે વૈશ્વિક વિકાસને નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટ અનુસાર, એપ્રિલ, 2025 ની નીતિ સમીક્ષા બેઠકમાં 0.25 ટકાનો દર ઘટાડો અપેક્ષિત છે. સમગ્ર દર ઘટાડા ચક્રમાં કુલ ઘટાડો એક ટકા સુધીનો હોઈ શકે છે. જૂન 2025 ની બેઠકમાં અંતર પછી, ઓગસ્ટ અને ઓક્ટોબરમાં વધુ બે કાપ આવી શકે છે.

Related News

Icon