
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે, સીઝફાયર હવે પ્રભાવી હશે, પ્લીઝ એને ના તોડશો. ઈરાનની સ્ટેટ મીડિયાએ કહ્યું કે, ઈઝરાયેલ સાથે સીઝફાયર સવારે 7.30 કલાકે લાગુ થશે પરંતુ એ પહેલા જ ઈરાને એટેક કરી દીધો. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે એટેક અંગે એક્સ પર માહિતી આપી છે કે, ઈરાનના મિસાઈલ એટેકને કારણે સમગ્ર ઈઝરાયલમાં સાયરન વાગી રહ્યા છે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 12 દિવસથી સતત સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકા અને કતારની મધ્યસ્થીથી સીઝફાયર કરવામાં આવ્યું છે. સીઝફાયરની જાહેરાત પહેલા, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઈએ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'અમે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. અમે કોઈપણ સંજોગોમાં કોઈના પણ જુલમને સ્વીકારીશું નહીં અને અમે કોઈની સામે ઝૂકીશું નહીં. આ ઈરાની રાષ્ટ્રનો તર્ક છે.'
https://twitter.com/khamenei_ir/status/1937255046372295137
ઈરાન યુદ્ધવિરામના મૂડમાં નથી!
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે એક નવા વળાંક પર પહોંચી ગયું છે. ટ્રમ્પે બંને દેશો વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી છે. ઈરાને આ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. આ દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ખામેનેઈએ કહ્યું, 'જે લોકો ઈરાની લોકો અને તેમના ઇતિહાસને જાણે છે તેઓ જાણે છે કે ઈરાન રાષ્ટ્ર શરણાગતિ સ્વીકારવાનો દેશ નથી.'
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાત કહી છે. આ પછી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈરાન હાલમાં યુદ્ધવિરામના મૂડમાં નથી. તે ઇઝરાયલ પર હુમલો કરવાનું ચાલુ રાખશે.
https://twitter.com/IDF/status/1937349249735311862
આજે સવારે ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યાના અહેવાલ
એક તરફ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે, તો બીજી તરફ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે(IDF) એ અહેવાલ આપ્યો છે કે મંગળવારે સવારે ઈરાન તરફથી ઇઝરાયલ પર બે રાઉન્ડમાં છ મિસાઇલ છોડવામાં આવી છે. પહેલા હુમલામાં બે મિસાઇલનો સમાવેશ થાય છે, જ્યારે બીજા હુમલામાં ચાર મિસાઇલ હતી. બીજા હુમલામાં, બીરશેબામાં એક ઍપાર્ટમેન્ટ બ્લોકને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવ્યા પછી, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઇઝરાયલના કેટલાક વિસ્તારોમાં સાયરન વાગવા લાગ્યા હતા. તેમજ ઇઝરાયલનો દાવો છે કે ઈરાનના હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે.