Home / World : Putin threatens to attack with supersonic anti-aircraft weapons

VIDEO: 'એવી યુદ્ધ મિસાઈલો છોડીશું કે બધું રાખ થઈ જશે', યુક્રેન હુમલા બાદ પુતિને આપી ધમકી

VIDEO: 'એવી યુદ્ધ મિસાઈલો છોડીશું કે બધું રાખ થઈ જશે', યુક્રેન હુમલા બાદ પુતિને આપી ધમકી

યુક્રેનના ડ્રોન હુમલા પછી રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું પહેલું ઘાતક નિવેદન સામે આવ્યું છે. પુતિને કહ્યું છે કે, અમે યુક્રેન સામે એવા યુદ્ધવિરોધી હથિયારોથી બદલો લઈશું, જેની ગરમી સૂર્યના તાપમાન સુધી પહોંચે છે. પુતિને કહ્યું હતું કે "અમારા ઓરેસોનિક યુદ્ધવિરોધી હથિયારો સૂર્યના તાપમાન સુધી પહોંચે છે!" આ અત્યંત વિનાશક છે. સ્વાભાવિક છે કે, જો રશિયા યુક્રેન પર હુમલો કરવા માટે ઓરેસોનિક યુદ્ધવિરોધી હથિયારોનો ઉપયોગ કરશે તો ભયંકર તબાહી મચી શકે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બદલો લેવાની કહી વાત

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનને ખતરનાક ચેતવણી આપતા કહ્યું કે રશિયા હવે "ટાર્ગેટ નક્કી કરી રહ્યું છે. આ ટાર્ગેટ યુક્રેનની સરહદની બહારના હોઈ શકે છે. પુતિનના આ નિવેદનને પશ્ચિમી સહયોગી દેશો અને ખાસ કરીને યુએસ અને નાટો માટે સીધો ખતરો માનવામાં આવી રહ્યો છે. પુતિને ઓરેસોનિક યુદ્ધવિરોધી હથિયારોથી હુમલો કરવાની ધમકી આપી છે.


 
ઓરેસોનિક યુદ્ધવિરોધી હથિયારની કાર્યક્ષમતા

ઓરેસોનિક એ રશિયાની પાવરફુલ હાઇપરસોનિક મિસાઇલ છે. જે કોઈપણ દેશની હાલની એન્ટી મિસાઇલ સિસ્ટમને ભેદીને સચોટ હુમલા કરવામાં સક્ષમ છે. તે અવાજની ગતિ કરતા 5 ગણી સ્પીડથી આગળ વધે છે. પુતિને દાવો કર્યો હતો કે રશિયા પાસે આવા "હાયપરસોનિક યુદ્ધ મિસાઈલ છે. જે 3 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ઉડવા સાથે ટાર્ગેટ પર પડે ત્યારે તેનું તાપમાન 4000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. જે લગભગ સૂર્યની સપાટીના તાપમાન જેટલું છે. આ રશિયાના સૌથી અદ્યતન હાઇપરસોનિક મિસાઇલ છે. જે વિનાશ અને ભયંકર વિનાશ લાવવા માટે જાણીતા છે. પુતિને કહ્યું, "4000 ડિગ્રી સેલ્સિયસની ઉર્જાથી બધું રાખમાં ફેરવાઈ જશે. આ ફક્ત લશ્કરી ચેતવણી નહીં પરંતુ વાસ્તવિકતા છે. હવે અમે ટાર્ગેટ શોધી રહ્યા છીએ.

યુક્રેનથી આગળના લક્ષ્ય નક્કી કરી શકે છે

રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, રશિયાના જવાબી હુમલામાં યુક્રેનથી આગળના લક્ષ્ય નક્કી કરી શકે છે. પુતિનના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રશિયા ફક્ત યુક્રેન સુધી મર્યાદિત નહીં રહે. જરૂર પડે તે પશ્ચિમી દેશો અને ખાસ કરીને અમેરિકા અને નાટો સમૂહ ઉપર પણ હુમલો કરી શકે છે. યુક્રેનને સતત લશ્કરી મદદ પૂરી પાડનારાઓને પણ ટાર્ગેટ કરી શકે છે. નાટો સમૂહ અને અમેરિકન શસ્ત્રોના બળે જ યુક્રેન રશિયન સરહદોની અંદર હુમલો કરવા સક્ષમ બન્યું છે. એટલા માટે રશિયા તેના પ્રતિ હુમલાને વધુ વ્યાપક બનાવી શકે છે.

"ઝેલેન્સ્કીને પસ્તાવું પડશે

પુતિને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને "પશ્ચિમની કઠપૂતળી" ગણાવતા ચેતવણી આપી કે રશિયા આનો કરારો જવાબ આપશે. પુતિને કહ્યું કે "ઝેલેન્સ્કી અને તેના પશ્ચિમી આકાઓ ખૂબજ ઝડપી પસ્તાવો કરશે. અમે ઘણું સહન કરી લીધું હવે રશિયા ચૂપ નહીં બેસે."

 વધી શકે છે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો

જો પુતિન પરમાણુ હથિયારોથી યુક્રેન પર હુમલો કરશે તો તે વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધમાં પણ ફેરવાઈ જશે. પુતિનના નિવેદન બાદ અમેરિકા, બ્રિટન અને નાટો ખૂબ ચિંતિત છે. નિષ્ણાતોનું માનવું છે કે, પુતિનનો સંદેશ ફક્ત લશ્કરી નથી, પરંતુ મનોવૈજ્ઞાનિક દબાણ બનાવવાની રણનીતિ પણ છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સહિત ઘણા યુરોપિયન દેશોએ બંને પક્ષોને સંયમ રાખવા અને યુદ્ધને આગળ વધતું અટકાવવા અપીલ કરી છે.

Related News

Icon