આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અવારનવાર ભાજપમાં જોડાવવા માટેની ઓફર વિશે આક્ષેપ લગાવવામાં આવતા હોય છે. એવામાં 'આપ' ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપમાં જોડાવાની અફવાઓનું ખંડન કર્યું છે. ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, મને રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માટે મારા વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હું ભાજપમાં જોડાઈશ એવી તમામ અફવાઓનું હું ખંડન કરું છું.

