Home / Gujarat / Gir Somnath : Thousands of kilos of fake butter seized from Gopal Kirana Store

VIDEO: ઉનાની ગોપાલ કરીયાણા સ્ટોરમાંથી 100 કિલોથી વધુનો નકલી માખણનો જથ્થો ઝડપાયો

ગીર સોમનાથ જીલ્લાના ઉના શહેરના મુખ્ય બજારની એક દુકાનમાંથી નકલી માખણનો જથ્થો ઝડપાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે  ગોપાલ કરીયાણા નામની દુકાનમાંથી નકલી માખણનો વેપાર થવાની બાતમી LCBને મળી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

LCBની ટીમે દુકાન પર દરોડા પાડ્યા

LCBની ટીમે દુકાન પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એ સામે આવ્યું કે  દુકાનમાં પ્લાયવુડનું પાર્ટીશન મારી પ્લાસ્ટીકના કેરબામા માખણનો કારોબાર ઝડપાયો હતો.જેમાં પ્લાસ્ટિકના કેરબામાં માખણ ભરવામાં આવ્યું હતું. 

132 કિલોથી વધુનો નકલી માખણનો જથ્થો જપ્ત કર્યો

પોલીસે પ્લાસ્ટીક ના 3 કેરબા ,એક ટીનનો ડબ્બો  મળી કુલ 132 કિલોથી વધુના નકલી માખણનો જથ્થો જપ્ત કર્યો હતો. તો બીજી તરફ LCBની ટીમે અંદાજીત 5 કિલોથી વધુ ઘીના જથ્થાના કેરબા પણ જપ્ત કર્યા હતા.  LCBએ સમગ્ર જથ્થો જપ્ત કર્યો હતો.

 

Related News

Icon