
હવે UPI પેમેન્ટ વધુ ઝડપી બનશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના આદેશ બાદ, હવે ટ્રાન્ઝેક્શન ફક્ત 15 સેકન્ડમાં પૂર્ણ થશે. પહેલા તેમાં 30 સેકન્ડ લાગતી હતી. મતલબ કે હવે મોબાઈલ દ્વારા આ ટ્રાન્ઝેક્શન 50 ટકા ઝડપી બનશે. આ પ્રક્રિયા 16 જૂનથી શરૂ થશે, જેમાં API રિસ્પોન્સ ટાઈમ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
UPI ટ્રાન્ઝેક્શન 50 ટકા ઝડપી બનશે
અત્યાર સુધી, UPI એપનો ઉપયોગ કરીને પૈસા મોકલવા માટે, લોકોએ QR કોડ સ્કેન કરીને ટ્રાન્ઝેક્શન કન્ફર્મેશનની રાહ જોવી પડતી હતી, જેમાં ક્યારેક ઘણો સમય લાગે છે. NPCI એ આ વિલંબ ઘટાડવાનો નિર્ણય લીધો છે.
26 એપ્રિલના રોજ જારી કરાયેલા એક પરિપત્રમાં, NPCI એ તમામ બેન્કો અને ચુકવણી એપ્લિકેશનોને 16 જૂન, 2025 થી નવા પ્રોસેસિંગ નિયમો લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. UPI દર મહિને લગભગ 25 લાખ કરોડ રૂપિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શનની પ્રોસેસ કરે છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે NPCI ના આ નવા પગલાથી UPI ટ્રાન્ઝેક્શનની સ્પીડ અને વિશ્વસનીય સેવામાં સુધારો થશે.
API રિસ્પોન્સ ટાઈમ શું છે?
API રિસ્પોન્સ ટાઈમ એટલે એવો ટાઈમ જેમાં API માટે રિકવેસ્ટ આવે છે, જેને પ્રોસેસ કરવામાં આવે છે, જે રિસ્પોન્સ મોકલવા માટેનો સમય છે. API એટલે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. UPI પેમેન્ટ સિસ્ટમમાં સોફ્ટવેર એકબીજા સાથે જોડાય છે અને પેમેન્ટ થાય છે.
ફક્ત 15 સેકન્ડમાં થઈ જશે પેમેન્ટ
આ ફેરફાર પછી, હવે રિક્વેસ્ટ પે અને રિસ્પોન્સ પે સર્વિસનો રિસ્પોન્સ ટાઈમ 30 સેકન્ડથી ઘટાડીને 15 સેકન્ડ કરવામાં આવ્યો છે, ચેક ટ્રાન્ઝેક્શન સ્ટેટસ અને ટ્રાન્ઝેક્શન રિવર્સલ માટે 10 સેકન્ડ અને વેલિડેટ એડ્રેસ માટે 10 સેકન્ડ. આ ફેરફારનો ઉદ્દેશ્ય ચુકવણી પ્રક્રિયાને ઝડપી બનાવવાનો અને UPI ની સંભાવના વધારવાનો છે. આ ફેરફારો ભારતમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ તરીકે UPI ની વધતી જતી લોકપ્રિયતાને કારણે છે.