
Upleta news: રાજકોટ જિલ્લાના ઉપલેટાનું ટોલ પ્લાઝા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવી રહ્યું છે. જેમાં વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી સાથે માલિકની પણ દાદાગીરી સામે આવી છે. આ અંગે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી સાથે માલિકની પણ દાદાગીરી
ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. ટોલ પ્લાઝા સંચાલકનું કહેવું છે કે, ટોલ પ્લાઝા જે પબ્લિક પ્રોપર્ટી હોય પરંતુ તેને નુકસાન પહોંચાડવી તે ગુનો છે. ફુલ સ્પીડે ટ્રાવેલ્સ નીકળતા કર્મચારીઓના પણ જીવના જોખમ છે. આ અંગે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા ઈ-મેલ દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામા આવી છે.
વિનાયક ટ્રાવેલ્સના માલિક પ્રફુલ ચંદ્રવાડીયા ટોલ પ્લાઝા પર પોતાના કાળા સ્કોર્પિયોમાં પણ ટોલનાકુ તોડતા હોય તેવો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આટલું ઓછું હોય તેમ ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી હતી. પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી સામે આવી હતી. વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા ટોલ પ્લાઝાને નુકસાન,સાથે પત્રકારોને ટ્રાવેલ્સ માલિક દ્વારા ધમકાવાના પ્રયાસો થયા હતા. પત્રકારો સાથે ઝપાઝપી સમયે પોલીસ પણ હાજર હતી પરંતુ પોલીસ મંત્રમુગ્ધ થાય અને સમગ્ર પ્રકરણ જોઈ રહી હતી.