
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝ અને તેમના ડેપ્યુટી એલેક્સ વોંગ તેમના પદ પરથી રાજીનામુ આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં ટ્રમ્પે પદ સંભાળ્યા પછી તેમના નજીકના લોકોમાં આ પહેલો મોટો ફેરફાર છે.
ફ્લોરિડાના 51 વર્ષીય ભૂતપૂર્વ રિપબ્લિકન કોંગ્રેસમેન વોલ્ટ્ઝ, માર્ચમાં ટ્રમ્પના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા સહાયકો વચ્ચે સિગ્નલ ચેટ્સ સાથે સંકળાયેલા કૌભાંડમાં ફસાયા બાદ વ્હાઇટ હાઉસની અંદર ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
વોલ્ટ્ઝનું સ્થાન કોણ લેશે તે તાત્કાલિક સ્પષ્ટ થયું ન હતું, પરંતુ એક વિકલ્પમાં યુએસના ખાસ દૂત સ્ટીવ વિટકોફનો સમાવેશ થાય છે, જેઓ રશિયા-યુક્રેન તેમજ મધ્ય પૂર્વમાં રાજદ્વારી ભૂમિકા ભજવી રહ્યા છે.