Home / World : America lays off 1300 employees from Department

America વિદેશ વિભાગમાંથી 1300 કર્મીઓની નોકરીમાંથી છટણી

America વિદેશ વિભાગમાંથી 1300 કર્મીઓની નોકરીમાંથી છટણી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટી તંત્રએ વિદેશ વિભાગમાં મોટાપાયે છટણી કરી છે. અમેરિકાની નીતિ હેઠળ વિદેશ વિભાગમાંથી 1300 રાજદ્વારીઓ અને સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા છે. આમાં 240 વિદેશી સેવા અધિકારી અને 1107 સરકારી કર્મીને નોકરીમાંથી હાંકી કઢાયા છે. ટ્રમ્પ તંત્રના અણઘડ નિર્ણયની ચોતરફ ટીકા શરૂ થઈ ગઈ છે. વિપક્ષો આ નિર્ણયની કડક શબ્દોમાં ટીકા કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ અમેરિકાએ વધુ 600 કર્મચારીઓને હાંકી કાઢવાની યોજના બનાવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રમ્પ તંત્રના નિર્ણયને અનેલ લોકોએ કરી ટીકા

વોશિંગ્ટન પોસ્ટમાં આ માહિતી આપવાની સાથે કહેવાયું છે કે, ‘અમેરિકન વિદેશ વિભાગ છટણીની યોજનાને ‘ડ્રાસ્ટિંક પુર્નગઠન’ ગણાવી રહ્યું છે. ટ્રમ્પ તંત્રએ બજેટ ઘટાડવા તેમજ વિભાગને વધુ કાર્યક્ષમ બનાવવા આ નિર્ણય લીધો છે. મોટાપાયે છટણીની યોજના સામે આવ્યા બાદ વિપક્ષો કડક શબ્દોમાં ટીકા કરી રહ્યા છે. રાજદ્વારી અને પૂર્વ કર્મચારીઓ વિદેશ વિભાગના નિર્ણયને ‘વિદેશ નીતિમાં અસ્થિરતા’ ઉભી કરવાનું પગલું ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, મોટાપ્રમાણમાં છટણીની કાર્યવાહી અમેરિકાની આંતરરાષ્ટ્રીય છબી ખરડાવાની સાથે કામકાજ પર અસર પડી શકે છે.

રિપબ્લિકન નેતાઓએ પણ ચિંતા વ્યક્ત કરી

પૂર્વ રાજદ્વારીઓએ છટણીના નિર્ણયને ‘સંસ્થાકીય અનુભવની બરબાદી’ ગણાવી છે. અમેરિકન કોંગ્રેસમાં ડેમોક્રેટ્સે વિદેશ વિભાગના નિર્ણયની ટીકા કરી છે. જ્યારે રિપબ્લિકન નેતાઓએ પણ ચિંતા વ્યક્ત કરી વિદેશ નીતિને અસર થવાની સંભાવના વ્યક્ત કરી છે. કોંગ્રેસે હાઉસ ફૉરેન અફેયર્સ કમિટીમાં છટણી મામલે સુનાવણી કરવાની માંગ કરી છે. બીજી તરફ હાંકી કઢાયેલા કર્મચારીઓને સમર્થન આપવા સપોર્ટ ગ્રૂપ અને એનજીઓ સક્રિય થઈ ગયા છે.

વધુ 600ની છટણી કરવાની યોજના

અમેરિકન વિદેશ વિભાગે કહ્યું છે કે, કેટલાક પદો કોન્ટ્રાક્ચ્યુઅલ કરી દેવામાં આવશે. રિપોર્ટ મુજબ લગભગ 300થી વધુ વિભાગોને અને કાર્યલયોને મર્જ કરવામાં આવ્યા છે, અથવા તો બંધ કરી દેવાયા છે. સરકારનો અંદાજો છે કે, આ છટણીના કારણે લગભગ 15-18 ટકા ખર્ચ ઘટશે. લગભગ 1900 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવાઈ છે, જેમાં હાલ 1300 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. આવનારા સમયમાં વધુ 600 લોકોની છટણી કરવામાં આવશે. ટ્રમ્પ તંત્રએ શેડ્યૂલ-F નિયમનો ઉપયોગ કરીને ડીઈઆઈ સંબંધીત અનેક નોકરીઓ ખતમ કરી નાખી છે. બીજીતરફ સુપ્રીમ કોર્ટે પણ ટ્રમ્પ તંત્રના નિર્ણયને કાયદેસર ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે વહીવટીતંત્રને કર્મચારી સંઘની સંમતિ વિના પણ નિમણૂકો અથવા છટણી કરવાનો અધિકાર છે.

Related News

Icon