
વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને બાંધેલા કૉમ્પ્લેક્સને શ્રી સરકાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ચેરમેન નિલેશ પુરાણી એ ભાડા પટ્ટાની જમીન પર બિલ્ડિંગ બાંધી દીધું હતું. ભાડા પટ્ટાની જમીન 1.20 કરોડમાં ખરીદી દસ્તાવેજ કરી લીધો હતો. વાઘોડિયાની મધ્યમાં આવેલી ભાડા પટ્ટાની જમીનના પ્રોપર્ટી કાર્ડમાં નોંધ ન મંજૂર થવા છતાં દસ્તાવેજ કરી લીધો હતો.
અત્યારે આ બિલ્ડિંગની કિંમત 15 કરોડ જેટલી થાય છે. નિલેશ પુરાણીની અરજી ના મંજૂર કરી નાયબ કલેકટરે શ્રીસરકાર ઠરાવવા આદેશ કર્યો છે. કલ્પચંદ્ર આઇકોન ઇમારત બાંધવા વાઘોડિયા ગ્રામ પંચાયતે 2 દિવસમાં પરવાનગી આપી દીધી હતી. આ બાબતે માજી સરપંચ લક્ષ્મીબેન વણકરે આરોપ સાથે જણાવ્યું હતું કે, જે પણ પ્રિન્ટ મિડિયા માં આવ્યું છે તે ખોટું છે. જ્યારે સરપંચના પદ પરથી દૂર કરવામાં આવી હતી ત્યારબાદ ફરીથી ચાર્જ સરપંચના મળ્યા બાદ ફરીથી મારી સાથે ગ્રામપંચાયતની બોડીએ ખોટું કરેલ છે તેમ લક્ષ્મીબેન માજી સરપંચો જણાવ્યું હતું.
ગ્રામ પંચાયતના લેટર પેડ પર બાંધકામની રજાચિઠ્ઠી છે, તેના પર મારા હસ્તાક્ષર છે તે પણ શંકાશીલ છે. જે બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ગેરરીતિ બહાર આવશે. તેમ માજી સરપંચ લક્ષ્મીબેને માહિતી આપી હતી. જો કે, આ મામલે નિલેશ પુરાણી કહી રહ્યા છે આ એક રાજકીય પ્રેરિત ઘટના છે જેમાં તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે.