
વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 20 થયો છે.આ દુર્ઘટનામાં સારવાર દરમિયાન નરેન્દ્રસિંહ પરમાર નામના દર્દીનું SSG હોસ્પિટલમાં મોત થયુ છે.42 વર્ષના નરેન્દ્રસિંહ બોરસદના રહેવાસી છે..આ સિવાય અન્ય એક મૃતદેહ પાણીમાં જોવા મળ્યો છે.
ટેન્કર હજુ ડૂબેલી સ્થિતિમાં છે
તૂટેલા બ્રિજની નીચે એક ઓઈલ ટેન્કર પડેલું છે, ટેન્કર હજુ ડૂબેલી સ્થિતિમાં છે. તો બીજી તરફ ટેન્કરને નુકશાન થાય અને સંભવત કેમિકલ લીક થાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. નદીના પાણીને પણ નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઊંડા પાણી અને કાદવ કિચ્ચડ ના થર વચ્ચે આ ટેન્કર ફસાયું છે.
કેમિકલ લીક થાય તો મુશ્કેલી સર્જાઈ શકે
જે તૂટેલ બ્રિજના ગડરની વચ્ચે ફસાયું છે. આમ હવે કુલ મૃત્યુઆંક 20 થયો છે..પાદરા બ્રિજ દુર્ઘટનામાં પ્રથમ દિવસે 12 અને બીજા દિવસે 6 મૃતદેહ મળ્યા હતા.અને જે બપોર સુધી વધુ બે મૃતદેહ મળ્યા છે.જોકે હજુ 2 થી 3 લોકો લાપતા હોવાનું મનાય છે, અને તેમની શોધખોળ ચાલુ છે.