Home / Gujarat / Vadodara : Uproar over allocation of houses under Pradhan Mantri Awas Yojana to Muslims

Vadodara: પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો મુસ્લિમોને ફાળવાતા હોબાળો, હિન્દુ રહીશોએ કર્યો વિરોધ

Vadodara: પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો મુસ્લિમોને ફાળવાતા હોબાળો, હિન્દુ રહીશોએ કર્યો વિરોધ

વડોદરાના ભાયલી વિસ્તારમાં તૈયાર થયેલા અને નવા બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં અશાંત ધારાનો ભંગ થયો હોવાના આક્ષેપ સાથે ત્યાં રહેતા સ્થાનિક હિન્દુ રહીશો  મોટી સંખ્યામાં એકત્ર થઈને સુત્રોચ્ચાર સાથે અને હાથ પ્લે કાર્ડ સહિત બેનર સહિત કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં રજૂઆત કરવામાં આવી હતી કે, ભાયલી ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં લઘુમતી કોમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આમ અશાંત ધારાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં આવી રીતે જો મુસ્લિમ સમુદાયને મકાનો ફાળવવામાં આવશે તો આ વિસ્તારમાં ન્યુસન્સ વધવાની શક્યતા છે આમ કરવાથી લઘુમતી કોમની આ વિસ્તારમાં અવાર-જવર ખૂબ વધી જશે પરિણામે હિંદુ પરિવારને યેનકેન અન્યાય થશે. બંને કોમની રહેણીકહેણી અલગ છે રીતરિવાજો પણ અલગ છે અને તમામ પ્રકારની તકલીફો ખૂબ મોટા પ્રમાણમાં વધી જશે. આ વિસ્તારમાં લઘુમતી કોમની સંખ્યા ખૂબ ઓછી રહી છે. પરિણામે આ વિસ્તાર ખૂબ શાંત છે. જોકે હિન્દુ સમિતિના નેજા હેઠળ કેસરી બેનર સહિત કેસરી પ્લે કાર્ડ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક હિન્દુ રહીશો ઉમટી પડ્યા હતા અને કલેક્ટર કચેરીએ માગ કરવામાં આવી હતી કે આ વિસ્તારમાં નવા બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં હિન્દુઓને પ્રાથમિકતા આપવાની માંગ કરી છે. આમ જો લઘુમતી કોમના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો ફાળવવામાં આવશે તો અન્યોને પણ રહેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડશે. મકાનોની ફાળવણી બાદ બંને કોમ વચ્ચે તકરાર પણ વધવાની શક્યતા નકારી શકાતી નથી. આ આવાસ યોજનામાં લઘુમતી કોમને પ્રાધાન્ય અપાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બંને કોમનું કલ્ચર અલગ છે. રહેણી કહેણી અને બોલ ચાલ રીત રિવાજો પણ અલગ પ્રકારના હોવાથી મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધશે અને શાંત ગણાતો આ વિસ્તાર કાયમ માટે અશાંતિમાં ફેરવાઈ જાય તો નવાઈ નહીં તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી કરીને પ્રધાનમંત્રી યોજનાના ભાયલી વિસ્તારમાં બની રહેલા અને બની ગયેલા મકાનો ફાળવણીમાં મુસ્લિમોને પ્રાધાન્ય નહીં આપીને માત્ર હિન્દુઓને જ મકાનો ફાળવવાની પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવા રજૂઆત કલેક્ટર કચેરીએ કરવામાં આવી હતી.

 

Related News

Icon