વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલવેરા ડુંગર વિસ્તારમાં સોસિયલ મીડિયાની ખ્યાતિ મેળવવા નબીરાઓએ જીવ જોખમમાં મુકી મારુતિ ફ્રન્ટી કારમાં સ્ટન્ટ કર્યા હતા. સ્ટન્ટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી.વીડિયો મળતા જ કપરાડા પોલીસે તરત કાર્યવાહી કરી સ્ટન્ટ કરનાર નબીરાઓને શોધી તેમની ધરપકડ કરી છે. સાથે જ સ્ટન્ટ માટે ઉપયોગમાં લેવાયેલી કાર પણ જપ્ત કરવામાં આવી છે. યુવકો સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા જોખમી સ્ટન્ટ કરી રહ્યા હતા. લોકોના જીવ માટે જોખમ ઊભું કરતા આવા પગલાં સામે હવે કાયદેસર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.