Home / Gujarat / Mahisagar : Gujarat news: Winds will blow at a speed of 45 to 55 kilometers per hour along the coast

Gujarat news: દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, 7 દિવસ અતિભારે વરસાદની આગાહી

Gujarat news: દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, 7 દિવસ અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસુ પ્રવેશી ગયું છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. આજે હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપ્યું છે અને આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અન્ય 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે  ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ડાંગના આહવામાં 2.36ઇંચ, વઘઇમાં 3.48 ઇંચ, સુબીરમાં 2.24 ઇંચ અને હિલ સ્ટેશન સાપુતારામાં 2.47 ઇંચ ખાબક્યો છે. ડાંગ જિલ્લાની પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા નદી બે કાંઠે વહેવા લાગી છે. 

6 દિવસ ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે સુરત, તાપી, ભરુચ, મહીસાગર, દાહોદ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

Related News

Icon