Home / Sports : Tilak Verma entered in top 3 of ICC T20 batting rankings

ICC Rankings / T20 બેટિંગ રેન્કિંગમાં તિલક વર્મા એ મારી છલાંગ, ટોપ 3માં થઈ બેટ્સમેનની એન્ટ્રી

ICC Rankings / T20 બેટિંગ રેન્કિંગમાં તિલક વર્મા એ મારી છલાંગ, ટોપ 3માં થઈ બેટ્સમેનની એન્ટ્રી

બુધવારે, ICC એ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી, જેમાં T20 બેટિંગ રેન્કિંગમાં ભારતનો દબદબો યથાવત રહ્યો. ટોપ 6માં 3 ભારતીય બેટ્સમેનનો સમાવેશ થાય છે. તિલક વર્માએ છલાંગ મારી છે, હવે તે ત્રીજા સ્થાને આવી ગયો છે. બોલરોની વાત કરીએ તો, વરુણ ચક્રવર્તી ત્રીજા સ્થાને છે અને રવિ બિશ્નોઈ સાતમા સ્થાને છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તિલક વર્મા ત્રીજા સ્થાને પહોંચ્યા

ટ્રેવિસ હેડ ICC T20 બેટિંગ રેન્કિંગમાં પહેલા નંબર પર છે, તેના 856 રેટિંગ પોઈન્ટ છે. ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા બીજા સ્થાને છે, જેના 829 પોઈન્ટ છે. અભિષેક શર્માએ આ વર્ષે ઈંગ્લેન્ડ સામે 5 T20 મેચ રમી હતી, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. પોતાની છેલ્લી T20માં, તેણે ઈંગ્લેન્ડ સામે 54 બોલમાં 135 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

તિલક વર્મા એક સ્થાન આગળ વધીને હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તિલકના 804 રેટિંગ પોઈન્ટ છે. તિલક વર્માએ આ વર્ષે 5 T20 મેચ રમી, જેમાં તેણે ઇંગ્લેન્ડ સામે એક અડધી સદી (72) ફટકારી હતી.

ઈંગ્લેન્ડના બેટ્સમેન ફિલ સોલ્ટ અને જોસ બટલર ચોથા અને પાંચમા સ્થાને છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ છઠ્ઠા સ્થાને છે, જેના 739 પોઈન્ટ છે. ટોપ 10ની વાત કરીએ તો, તેમાં ભારતના 3 બેટ્સમેન છે, તે સિવાય ઈંગ્લેન્ડના 2 અને શ્રીલંકાના 2 ખેલાડીઓ છે.

T20 બોલિંગ રેન્કિંગ

બોલિંગ રેન્કિંગમાં ન્યુઝીલેન્ડનો જેકબ ડફી ટોપ પર છે, જેના 723 પોઈન્ટ છે. ભારતીય ખેલાડી વરુણ ચક્રવર્તી ત્રીજા નંબર પર છે, તેના 706 રેટિંગ પોઈન્ટ છે. આ યાદીમાં ટોપ 10માં 3 ભારતીય છે, રવિ બિશ્નોઈ 674 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ 10મા નંબરે છે.

હાર્દિક પંડ્યા નંબર 1 ઓલરાઉન્ડર

હાર્દિક પંડ્યા ICC T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ પર છે, તે 252 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તે ટોપ 10માં એકમાત્ર ભારતીય ખેલાડી છે. તેના પછી અક્ષર પટેલ 12મા નંબરે છે.

ટીમ રેન્કિંગની વાત કરીએ તો, ભારતીય ક્રિકેટ ટીમ T20 ફોર્મેટમાં પહેલા નંબર પર છે. ટીમના 271 રેટિંગ પોઈન્ટ છે. ભારત પછી ઓસ્ટ્રેલિયા બીજા નંબરે છે અને ઈંગ્લેન્ડ ત્રીજા નંબરે છે.


Icon