અમદાવાદમાં થોડાક દિવસો પહેલા શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજીક તત્વોએ જાહેર રસ્તાને બાનમાં લીધો હતો. મળતા અહેવાલ પ્રમાણે વસ્ત્રાલ ઘટનાનો મુખ્ય આરોપી પંકજ ભાવસાર હજુ વોન્ટેડ છે. મળતા અહેવાલ પ્રમાણે Amc ડિપાર્ટમેન્ટ આરોપી પંકજ ભાવસારના ઘરે પહોંચીને ડીમોલિશનની કામગીરી શરૂ કરી હતી. 1.5 મહિના પહેલા જ નોટીસ પાઠવવામાં આવી હતી, જોકે આરોપીના પરિવારજનોએ ઘર ખાલી ન કરતા AMCએ ડિમોલેશન હાથ ધર્યું હતું.
વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકના બનાવમાં આરોપી પંકજ ભાવસાર વોન્ટેડ
અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વો પર તંત્રએ તવાઈ બોલાવી છે. ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું છે.વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકના બનાવમાં આરોપી પંકજ ભાવસાર વોન્ટેડ છે, પરંતુ મહાપાલિકાએ પંકજ ભાવસારના નિવાસ સ્થાને ડિમોલિશન કામગીરી થઈ છે.
AMCએ આજે મકાન તોડી પાડ્યું
પંકજ ભાવસારના મકાનનો પ્રથમ માળ ગેરકાયદે હોવાને લઈને તંત્રએ દોઢ મહિના પહેલા નોટીસ આપી હતી..પરંતુ તેમ છતાં ઘર ખાલી કરવામાં ન આવતા આખરે આજે તંત્રની ટીમ પહોંચી અને સઘન બંદોબસ્ત વચ્ચે ડીમોલિશનની કામગીરી કરી