Home / Gujarat / Ahmedabad : massive fire outbreaks at different places in the city

VIDEO/ Ahmedabad Fire News: વટવા GIDC સહિત શહેરના પાંચ સ્થળે આગ લાગવાની ઘટના સામે આવી

Ahmedabad Fire News: ગુજરાતમાંથી સતત ઠેર ઠેરથી આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદના હાંસોલમાં એક ફ્લેટમાં આગ લાગી હતી જેમાં મોટી જાનહાનિ ટાળવા લોકોએ ભારે જહેમતને સામનો કરવો પડ્યો હતો ત્યારે ફરી એક વખત વટવામાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરની વટવા GIDCના ફેઝ-3માંથી વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. વટવા GIDCમાં જયશ્રી ઇનપેક્સ નામની એક ખાનગી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી છે. અધિકારીઓ સહિત 8થી વધુ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. અમદાવાદ શહેરમાં આ સિવાય અન્ય ત્રણ સ્થળો પરથી પણ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં ચંડોળા ઝુંપડપટ્ટી, પ્રહલાદ નગર ગાર્ડન, આનંદનગર વીનેશ એલ્ક સફલની સામે, વટવા GIDC તેમજ સોલા વિસ્તારમાંથી આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. 

Related News

Icon