Home / World : America sided with its friend in the UNSC, vetoed the ceasefire proposal in Gaza, how will the war end now?

UNSCમાં અમેરિકાએ પોતાના મિત્રને આપ્યો સાથ, ગાઝામાં યુદ્ધવિરામ પ્રસ્તાવ પર વીટો લગાવ્યો, હવે યુદ્ધ કેવી રીતે બંધ થશે?

US Use Veto in UN: અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના ગાઝામાં યુદ્ધવિરામ કાયમ કરવાના પ્રસ્તાવ પર વીટો લગાવી દીધો છે. UNSCમાં બુધવારે (4 જૂન) મતદાન થયું હતું, જેમાં 15થી 14 દેશોએ ગાઝામાં યુદ્ધ વિરામના પક્ષમાં મતદાન કર્યું હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પ્રસ્તાવમાં તમામ બંધકોની મુક્તિ અને માનવીય સહાયતા પ્રતિબંઘોને દૂર કરવાની માંગ કરી હતી. અમેરિકા આ પ્રસ્તાવની વિરૂદ્ધ મતદાન કરનારો એકમાત્ર દેશ હતો. અમેરિકાએ તેને રોકવા માટે પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન રાજદૂત ડોરોથી શિયાએ કહ્યું કે, આ પ્રસ્તાવ યુદ્ધવિરામના વ્યૂહનૈતિક પ્રયાસોને કમજોર કરવો છે. 

આ પ્રસ્તાવને UNSCના 10 દેશ અલ્જીરિયા, ડેનમાર્ક, ગ્રીસ, ગયાના, પાકિસ્તાન, પનામા, કોરિયા ગણરાજ્ય, સિએરા લિયોન, સ્લોવિનિયા અને સોમાલિયાએ મળીને પ્રસ્તુત કર્યો હતો. જેના પર બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીને સંમતિ વ્યક્ત કરી હતી. 

અમેરિકા આ પ્રસ્તાવના પક્ષમાં નથી
વોટિંગ શરૂ થતા પહેલાં કાર્યવાહક અમેરિકન રાજદૂત ડોરોથી શિયાએ કહ્યું, 'અમેરિકા આ પ્રસ્તાવના પક્ષમાં નથી અને તેમાં કોઈ નવાઈ નથી, આ સંઘર્ષ શરૂ થયા બાદ અમેરિકાએ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે, ઈઝરાયલને પોતાની રક્ષા કરવા માટેનો પોતાનો અધિકાર છે.'

શિયાએ કહ્યું કે, આપણે યાદ રાખવું જોઈએ કે, સંયુક્ત રાષ્ટ્રએ હમાસને 'આતંકવાદી' સંગઠન નથી માન્યું. અમે કોઈ એવા પગલાંનું સમર્થન નહીં કરીએ જે હમાસની નિંદા નથી કરતું અને જે હમાસને હથિયાર છોડવા અને ગાઝા છોડવાની માંગ નથી કરતા. 

અમેરિકાએ વીટો પાવરનો કર્યો ઉપયોગ
વીટો પાવર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો (અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ)ને ખાસ પાવર છે. આ હેઠળ આ દેશ સુરક્ષા પરિષદનો કોઈપણ પ્રસ્તાવ હોય, ભલે તે ગમે તેટલો મહત્ત્વનો કેમ ન હોય, અસ્વીકાર (વીટો) કરી શકે છે. જેનો અર્થ છે કે, જેમાં કોઈ એક દેશપણ કોઈ પ્રસ્તાવની વિરૂદ્ધમાં મતદાન કરે છે, તો પ્રસ્તાવ પસાર નહીં થઈ શકે. ભલે બાકીના તમામ 14 સભ્ય (10 અસ્થાયી અને 4 સ્થાયી) તેના પક્ષમાં હોય. 

ઈઝરાયલ સેનાએ GHF કેન્દ્રો પર યુદ્ધની ઘોષણા કરી
ગાઝામાં સ્વાસ્થ્ય અધિકારી અનુસાર, 4 જૂને અલગ-અલગ ઈઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 95 પેલેલ્ટાઇનના લોકોના મોત થયા અને 440થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. ગાઝામાં ઈઝરાયલી હુમલા વધ્યા છે. મધ્ય ગાઝા અને આખા વિસ્તારમાં ઈઝરાયલ હુમલા સતત શરૂ છે. 
આ દરમિયાન, ઈઝરાયલી સેનાએ લોકોને GHFના કેન્દ્ર પર જવાનો ઈનકાર કર્યો. સેનાએ ચેતવણી આપતા કહ્યું કે, આ વિસ્તારને યુદ્ધ ક્ષેત્ર માનવામાં આવશે અને આ આખા દેશ માટે મદદ રોકી દેવામાં આવી છે. દક્ષિણ ગાઝામાં 1 જૂનથી ભોજન વહેંચતા દરમિયાન ગોળીબાર થયો, જેમાં 32 પેલેસ્ટાઇનના લોકોના મોત થયા હતા. 

ગાઝાની સરકારી મીડિયા ઓફિસે કહ્યું હતું કે, દક્ષિણ ગાઝાના રફા શહેરમાં સહાય વિતરણ કેન્દ્ર પાસે ઈઝરાયલની સેનાએ ગોળીબાર કર્યો હતો. 

તેમાં 32 લોકોના મોત થઈ ગયા વળી, 232 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 27 મેના દિવસે 100થી વધુ પેલેસ્ટાઇનના લોકોના મોત થયા અને 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

Related News

Icon