Home / Gujarat / Mehsana : VIDEO: Massive fire breaks out in chemical factory on Aithor-Arnipura road in Unjha

VIDEO: ઊંઝાના ઐઠોર-અરણીપુરા રોડ પર કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

VIDEO: મહેસાણા જિલ્લામાં આવેલા જાણીતા યાત્રાધામ ઊંઝામાં ઐઠોર-અરણીપુરા રોડ પર આવેલી ખાનગી કેમિકલની ફેકટરીમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. આગને લીધે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. જેને લઈ આસપાસમાં ભયનો માહોલ છવાયો હતો. ખાનગી કેમિકલ ફેકટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. આગ અંગેની ફાયર બ્રિગેડને થતા ઊંઝા અને મહેસાણાના ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે જઈ ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેમિકલ કંપનીમાં આગની જાણ થતા આસપાસના સ્થાનિકો પણ આગ કાબૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આગ એટલી ભીષણ હતી કે, ફાયર બ્રિગેડની ટીમની જહેમત હાથ ધરવી પડી હતી. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થવા પામી.

Related News

Icon