
ગુજરાતમાં કડી અને વિસાવદર Vidhan Sabhaમતવિભાગમાં સમાવિષ્ટ વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ(ગ્રામ્ય) અને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીઓ હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 15(1) અને ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 9(2) અને 70 મુજબ રાજ્યની કુલ 8326 જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી યોજવા તારીખો નક્કી કરાઈ છે.
મતવિભાગોનો તમામ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના તા.29-05-2025ના પત્રથી જણાવ્યા મુજબ, વિધાનસભાની પેટા ચૂંટણી-2025ની કામગીરીમાં સંબંધિત Vidhan Sabhaમતવિભાગોનો તમામ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયેલ છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હવે પછી નવેસરથી કાર્યક્રમ જાહેર
24-કડી (અ.જા)Vidhan Sabhaમતવિભાગમાં સમાવિષ્ટ કડી અને જોટાણા તાલુકા તથા 87-વિસાવદર Vidhan Sabhaમતવિભાગમાં સમાવિષ્ટ વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ(ગ્રામ્ય) તથા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીઓ હાલ પુરતી મુલતવી રાખવામાં આવે છે. આ તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હવે પછી નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.