
ગુજરાતમાં ઠગાઈ આચરનારાઓની ભરમાર સર્જાઈ છે. કેટલાક ઠગીઓ એનકેન પ્રકારે લોકોને વિશ્વાસમાં લઈને સામાન્ય લોકો સાથે ઠગાઈ આચરતા હોય છે. એવામાં મહેસાણામાંથી લોકો સાથે છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો છે.
મહેસાણામાં સ્મશાનમાં તાંત્રિક વિધિના નામે 15 લાખની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો છે. એક વર્ષ પહેલા બે ખેડૂતો પાસેથી રૂપિયા ડબલ કરવાના નામે રકમ પડાવી હતી. વિજાપુર તાલુકાના દેવપુરા ગામમાં તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાના નામે આચરી ઠગાઈ હતી. આરોપીને મહેસાણા હાઈવે પરથી પકડી લેવાયો છે.
રાજકોટના બે ઠગોએ દેવપુરા ગામના ભરતભાઈ પટેલ સાથે ઠગાઈ આચરી હતી. તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાનું કહીને પહેલા ₹50,000 માંગ્યા હતા, આ રકમને ડબલ કરી આપતા ભરતભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ તેમની પાસેથી કુલ 15 લાખ પડાવ્યા હતા.