રાજકોટમાં ભાજપના મહિલા મોરચા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરવામા આવી. જેને લઈને વિવાદ સર્જાયો છે. જ્યા ભાજપે કિસાનપરા ચોકમાં પહેલા પહલગામમાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી. ત્યારબાદ મહિલા મોરચાના કાર્યકરો સીધા જ અંજલિબેન રૂપાણીના જન્મદિવસની ઉજવણી માટે કેક લઈને તેમના નિવાસસ્થાને પહોંચ્યા.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી આ ઉજવણીમાં ધારાસભ્ય ડો. દર્શીતા શાહ અને પૂર્વ મહિલા કોર્પોરેટરો સહિત અન્ય હાજર રહ્યા હતા. અંજલિબેન રૂપાણીએ પણ આ ઉજવણીમાં ભાગ લઈને કેક કાપી અને ફોટો તેમજ વીડિયો શૂટ સોશિયલ મિડીયા પર મૂક્યા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. અને લોકોમાં નારાજગી જોવા મળી હતી.