ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ભારે વરસાદને કારણે વિવિધ જિલ્લામાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે બીજી તરફ ધોળકાના જલાલપુર વજીફા ગામના કાસીન્દ્રા વાસ, વણકરવાસના પરામાં, ધોળકાથી આંબલિયાળા ગામ જતા રોડ પર,સ્કૂલ પાસે ,ગામમાં જવાના મેન ગેટ પાસે ઢીંચણ સમા પાણી ભરાયા છે.
છેલ્લા 20 દિવસથી આ પાણીમાંથી ગ્રામજનો અને બાળકો પસાર થવા મજબૂર બન્યા
છેલ્લા 20 દિવસથી આ પાણીમાંથી ગ્રામજનો અને બાળકો પસાર થવા મજબૂર બન્યા હતા. સમગ્ર ગામની સમસ્યાને થોડાક દિવસ પહેલા GSTV પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ પાણી ભરાયા બાદ ગ્રામજનોએ મોટી સંખ્યામાં બેનર સાથે પદયાત્રા નીકાળી હતી, અને મૌન રેલી નીકાળીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.
ધારાસભ્યના આદેશને પણ અધિકારીઓ ઘોળીને પી ગયા
ઉલ્લેખનીય છે કે ગામમાં પાણીના નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ના થતા લોકોમાં રોષ વધ્યો હતો. સમગ્ર મામલો વકર્યા બાદ ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય સરકારી અધિકારીઓ ,બિલ્ડરો, ગામના આગેવાનોની સરકારી રેસ્ટ હાઉસમાં મીટીંગ યોજા હતી આ મિટિંગમાં ધારાસભ્ય તંત્રને ગામમાંથી પાણી નિકાલ કરવા અને લોકોને પડતી હલાકી દૂર કરવા આદેશ આપ્યા હતા.પરંતુ ધારાસભ્યના આદેશો ની અસર તંત્ર પર જોવા ના મળી