Home / Trending : When his son failed the exam he was beaten with a belt.

VIDEO : બાપ શેર તો દીકરો છે સવાશેર,પુત્ર પરીક્ષામાં નાપાસ થયો તો પટ્ટા વડે માર્યો, લોકોએ પિતાની કરી સખત નિંદા

પાડોશી દેશ ચીનનો એક ખૂબ જ ચોંકાવનારો વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં રસ્તા પર પિતા અને પુત્ર વચ્ચે 'મહાભારત' જોવા મળી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પરીક્ષામાં નાપાસ થયા પછી પિતાએ તેના પુત્રને નિર્દયતાથી માર મારવાનું શરૂ કર્યું હતું, જેના પછી આ હિંસક અથડામણ થઈ હતી. જો કે, આ વિડિયોએ નેટીઝન્સને ચોંકાવી દીધા છે, અને પેરેન્ટિંગ પદ્ધતિઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે એક નાનો છોકરો તેના પિતા પાસે આવે છે, પરંતુ હાથમાં બેલ્ટ વાળો માણસ ખૂબ ગુસ્સે ભરાયેલો દેખાય છે, અને તે તેના પુત્રને ભગાડી દે છે. વિડિયોમાં તમે જોશો કે છોકરાના હાથમાં પણ લાકડી છે. આ દરમિયાન પિતા તેની સ્કૂલ બેગ ઉપાડીને બીજી બાજુ ફેંકી દે છે. પછી તે પુત્રને મારવા માટે તેની પાછળ દોડે છે.

દીકરાએ પણ બદલો લીધો

પરંતુ સોસાયટી બ્લોકની આસપાસ તેનો પીછો કર્યા પછી બંને રસ્તાની વચ્ચે સામસામે આવી જાય છે. આ દરમિયાન પિતા બેલ્ટ ફેરવીને પુત્રને મારવાનો પ્રયાસ કરે છે, જ્યારે છોકરો લાકડી ફેરવીને તેનાથી બચવાનો પ્રયાસ કરે છે. પરંતુ બીજી જ ક્ષણે એક ચોંકાવનારો વળાંક આવે છે, જ્યારે પુત્ર પણ લાકડી વડે પિતાને મારવાનું શરૂ કરે છે. વિડિયોના અંતે, એક માણસ છોકરાને પકડી લે છે, જેના પછી પિતા પુત્રને નિર્દયતાથી મારવાનું શરૂ કરે છે. આ દૃશ્ય જોઈને નેટીઝન્સ દંગ રહી જાય છે.

આ જોયા પછી લોકો પિતાના વર્તનની સખત નિંદા કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી, આ ભયંકર પેરેટિંન્ગ છે. બીજાએ કહ્યું, કોઈ આ રીતે કોઈ પ્રાણીઓને પણ મારતું નથી. આ જ કારણ છે કે બાળકે પિતા પર પણ હુમલો કર્યો. બીજા યુઝરે લખ્યું, બાળકને વાતચીત દ્વારા સમજાવી શકાયું હોત. આ રસ્તો નથી.

 

Related News

Icon