VIDEO: ભાવનગર જિલ્લામાં આવેલા જેસર તાલુકાના શેવડીવદર ગામમાં એકસાથે 17 સિંહ જોવા મળ્યા હતા. નાનકડાં ખોબાં જેવડાં શેવડીવદર ગામના જંગલ વિસ્તારમાં સિંહોના ટોળાનો સ્થાનિક યુવકે વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. હાલ આ વીડિયો ખૂબ વાયરલ થતો જોવા મળ્યો છે. સિંહ બાળ સાથે સિંહ પરિવાર રાત્રિના સમયે લટાર મારતું વીડિયોમાં આબાદ રીતે કેદ થઈ ગયું હતું. પહેલા પણ 12 જેટલા સિંહ પરિવારનો વીડિયો જોવા મળ્યો હતો. કહેવાત છે કે, સિંહોના ટોળા નથી હોતા પરંતુ અહીં એકસાથે 17 જેટલા સિંહ જોતા આ કહેવત પર પ્રશ્નાર્થ મૂકાઈ ગયો હતો. ચોમાસાની સિઝન શરૂ થઈ જતા સિંહ પરિવાર એક સ્થળેથી બીજે સ્થળાંતર કરતું જોવા મળ્યું હતું.