Home / Sports : Virat Kohli and Rohit Sharma's reaction on Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash પર વિરાટ કોહલી અને રોહિત શર્માએ વ્યક્ત કર્યો શોક, કહ્યું- 'આ ઘટના...'

Ahmedabad Plane Crash પર વિરાટ કોહલી અને રોહિત શર્માએ વ્યક્ત કર્યો શોક, કહ્યું- 'આ ઘટના...'

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે. સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના બે મિનિટમાં જ વિમાનના ટુકડા થઈ ગયા. જે જગ્યાએ વિમાન ક્રેશ થયું ત્યાં કાળો ધુમાડો ઉડતો જોવા મળ્યો. આગ બુઝાવવા માટે 7 ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. આ દુ:ખદ અકસ્માત અંગે વિરાટ કોહલી અને રોહિત શર્માની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કોહલીએ કહ્યું કે તે આ ઘટનાથી સંપૂર્ણપણે આઘાત પામ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોહલીએ વિમાન દુર્ઘટના પર શું કહ્યું?

વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી અને અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેણે લખ્યું, "આજે અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું સંપૂર્ણપણે આઘાત પામ્યો છું. હું આ અકસ્માતના પીડિતો માટે પ્રાર્થના કરું છું અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું."

કોહલી પહેલા, રોહિતે પણ આ હૃદયદ્રાવક અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું, "અમદાવાદથી ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર. હું આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરું છું."

Related News

Icon