હનુમાન જયંતિ (Hanuman Jayanti) દર વર્ષે ચૈત્ર માસની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2025માં હનુમાન જયંતિ 12મી એપ્રિલે ઉજવવામાં આવશે. આ દિવસે મીન રાશિમાં 5 ગ્રહો હાજર રહેશે અને આ દિવસે ઘણા શુભ યોગ પણ બનશે. આ શુભ યોગો કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. મિથુન, મેષ, કન્યા અને કુંભ રાશિવાળા લોકોને આ યોગોથી લાભ થઈ શકે છે. અહીં જાણો કયા લોકો માટે હનુમાન જન્મોત્સવ (Hanuman Jayanti) શુભફળ લઈને આવી રહ્યો છે.

