Home / World : Indians, getting citizenship in UAE has Golden Visa rules have been changed

ભારતીયો માટે સારા સમાચાર, UAEમાં નાગરિકતા મેળવવી થઈ સરળ,  ગોલ્ડન વિઝાના નિયમમાં કરાયો ફેરફાર 

ભારતીયો માટે સારા સમાચાર, UAEમાં નાગરિકતા મેળવવી થઈ સરળ,  ગોલ્ડન વિઝાના નિયમમાં કરાયો ફેરફાર 

UAE Golden Visa News : મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) એ તેના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તેનાથી ભારતીયો માટે ત્યાં ગોલ્ડન વિઝા મેળવવાનું સરળ બન્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારે નોમિનેશન પર આધારિત એક નવા પ્રકારનો ગોલ્ડન વિઝા રજૂ કર્યો છે. તેમાં કેટલીક શરતો હશે જે દુબઈમાં મિલકત અથવા વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવાની વર્તમાન પ્રક્રિયાથી અલગ હશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગોલ્ડન વિઝા રુલ ચેન્જ 

અત્યાર સુધી, ભારતીયો માટે દુબઈનો ગોલ્ડન વિઝા મેળવવાનો એક રસ્તો મિલકતમાં રોકાણ કરવાનો હતો. તેનું મૂલ્ય ઓછામાં ઓછું રૂ. 4.66 કરોડ હોવું જોઈતું હતું અથવા તો યુએઈમાં સંચાલિત વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવાની શરત હતી.પરંતુ હવે લાભાર્થીઓ અને પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે નવી નોમિનેશન-આધારિત વિઝા નીતિ હેઠળ, ભારતીયો હવે લગભગ રૂ. 23.30 લાખની ફી ચૂકવીને આજીવન UAE ગોલ્ડન વિઝાનો લાભ મેળવી શકશે. 

5000થી વધુ ભારતીયો કરશે અરજી 

તેમણે કહ્યું કે ત્રણ મહિનામાં 5,000 થી વધુ ભારતીયો આ નોમિનેશન-આધારિત વિઝા માટે અરજી કરશે. આ વિઝા ટેસ્ટના પ્રથમ તબક્કા માટે ભારત અને બાંગ્લાદેશની પસંદગી કરવામાં આવી છે. ભારતમાં નોમિનેશન-આધારિત ગોલ્ડન વિઝાના પ્રારંભિક ફોર્મનું પરીક્ષણ કરવા માટે Raed Group નામની કન્સલ્ટન્સીની પસંદગી કરવામાં આવી છે.

પૃષ્ઠભૂમિ તપાસવામાં આવશે

Raed Groupના મેનેજિંગ ડિરેક્ટર Raed Kamal Ayub એ જણાવ્યું હતું કે ભારતીયો માટે UAEનો ગોલ્ડન વિઝા મેળવવાની આ એક સુવર્ણ તક છે. રાએદ કમાલે કહ્યું કે જ્યારે પણ કોઈ અરજદાર આ ગોલ્ડન વિઝા માટે અરજી કરશે, ત્યારે અમે પહેલા તેની પૃષ્ઠભૂમિ તપાસીશું. જેમાં મની લોન્ડરિંગ વિરોધી અને ગુનાહિત રેકોર્ડ તપાસ તેમજ તેના સોશિયલ મીડિયાનો સમાવેશ થશે. પૃષ્ઠભૂમિ તપાસ એ પણ જાહેર કરશે કે અરજદાર સંસ્કૃતિ, નાણાં, વેપાર, વિજ્ઞાન, સ્ટાર્ટ-અપ્સ, વ્યાવસાયિક સેવાઓ જેવી અન્ય કોઈપણ રીતે UAE બજાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને કેવી રીતે ફાયદો પહોંચાડી શકે છે. નોમિનેશન શ્રેણી હેઠળ UAE ગોલ્ડન વિઝા મેળવવા માંગતા અરજદારો દુબઈની મુસાફરી કર્યા વિના તેમના વતનથી પ્રી-ક્લિયરન્સ મેળવી શકે છે.

નવા ગોલ્ડન વિઝાના શું થશે ફાયદા? 

યુએઈમાં લાંબા ગાળાના રોકાણની મંજૂરી મળશે. સંપૂર્ણ પરિવારને સાથે લઈ જવાની પરવાનગી મળશે. તે વ્યવસાય અથવા બીજા કાર્ય કરવામાં મદદરૂપ થશે. કામ કરવાની અને અભ્યાસ કરવાની સ્વતંત્રતા મળશે અને સૌથી મોટો ફાયદો એ કે વારંવાર વિઝા રિન્યુ કરવાની જરૂર નહીં રહે. 

 

Related News

Icon