Home / : The three times and all actions are animated by the power of Gayatri

Ravi Purti: ત્રણેય કાળ અને બધી ક્રિયાઓ ગાયત્રીની શક્તિથી ગતિશીલ છે

Ravi Purti: ત્રણેય કાળ અને બધી ક્રિયાઓ ગાયત્રીની શક્તિથી ગતિશીલ છે

- અગોચર વિશ્વ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- આકાશમાં અસંખ્ય તારાઓ છે અને બધા તેમની નાભિકીય શક્તિનું સર્જન આપમેળે કરે છે પણ મૂળરૂપે તે બધા મહાસૂર્યની ઊર્જા પર આધારિત અને જીવિત છે

આપણા વેદ-ઉપનિષદોમાં ગાયત્રીનો અપાર મહિમા ગાવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે - 'તેજો વૈ ગાયત્રી, જ્યોતિ વૈ ગાયત્રી, ગાયત્ર્યૈવ ભર્ગ : ।' ગાયત્રી પ્રકાશરૂપ છે, તેજરૂપ છે અને શક્તિરૂપ છે. ત્રણેય કાળ અને બધી ક્રિયાઓ ગાયત્રીની શક્તિથી ગતિશીલ છે. 'ગાયત્રી' શબ્દનો અર્થ જ થાય છે - પ્રાણની સંરક્ષક અને અભિવર્ધિની શક્તિ. આ અનંત વિશ્વમાં સમુદ્રમાં ભરેલા જલની જેમ સૂક્ષ્મરૂપે આ પ્રાણશક્તિ ભરેલી પડી છે. વિજ્ઞાન એને સુષુપ્ત ઉષ્મા (latent Heat) કહે છે, એના પ્રભાવ અને પ્રકાશથી જગતમાં વિવિધ પ્રકારની હલચલો અને ક્રિયાકલાપો થતા રહે છે. પરમાણુના ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટ્રોન વ. ભાગ એની ઉષ્માથી પોતાની ધૂરી અને કક્ષા પર ઝડપથી ફરે છે. સિદ્ધયોગીઓ પ્રાણશક્તિથી અષ્ટ સિદ્ધિઓના સ્વામી બને છે.

હઠયોગ પ્રદીપિકાના બીજા અધ્યાયના ત્રીજા શ્લોકમાં કહેવાયું છે - 'યાવદ્ વાયુ: સ્થિરો દેહે તાવજજીવનમુચ્યતો મરણં તસ્યં નિષ્ક્રાંતિસ્તતો વાયું નિરોધયેત્ ।। જ્યાં સુધી શરીરમાં પ્રાણવાયુ વિદ્યમાન છે ત્યાં સુધી જ તે જીવિત છે અને શરીરમાંથી પ્રાણવાયુનું નીકળી જવું તે જ મૃત્યુ છે.' શતપક્ષ બ્રાહ્મણમાં કહેવાયું છે - 'મનો વૈ સવિતા । પ્રાણ ધિય: (૩/૬/૧/૧૩) મન જ સવિતા છે, પ્રાણ જ ધી (બુદ્ધિ) છે. ઇન્દ્રિયોની સ્થૂળ અને પરા શક્તિનો વિકાસ પણ આ શક્તિથી થાય છે કેમકે તે એની સાથે જ જોડાયેલ છે. મુણ્ડકોપનિષદમાં કહેવાયું છે - એત્સ્માદ્ જાયતે પ્રાણો મન: સર્વેન્દ્રિયાણિ ચ - મન અને બધી ઇન્દ્રિયો પ્રાણની જ ઉપજ છે. એમાંથી એ ઉદ્ભવે છે ગોપથબ્રાહ્મણ સ્પષ્ટ નિર્દેષ કરે છે - પ્રાણ એવ સવિતા, વિદ્યુદેવ સવિતા (૭/૭/૯) પ્રાણ એ જ સૂર્ય છે, વિદ્યુત એ જ સૂર્ય છે.' આ રીતે સૂર્યલોકથી પ્રસ્ફૂટ થતું ચૈતન્ય તત્ત્વ ગાયત્રી મનુષ્યનો સર્વાંગિ વિકાસ કરે છે. આ પ્રાણશક્તિ સ્વરૂપા ગાયત્રી મન, બુદ્ધિ, ચિત્તને શુદ્ધ કરી એની ક્ષમતાને અનેકગણી વધારી અલૌકિક, દૈવી સિદ્ધિઓ પણ પ્રગટ કરે છે. દેવી ભાગવતમાં દુર્ગા દેવીની પ્રાર્થના કરતાં કહેવાયું છે - 'તેજો યસ્ય વિરાજતે સા બલવાન સ્થૂલેષુ ક: પ્રત્યય: - શક્તિ અને તેજ રૂપથી પ્રત્યેક સ્થૂળ પદાર્થમાં વિદ્યમાન તે તમે અનંત બળવાન પરમેશ્વરી તમે છો.'

આકાશમાં અસંખ્ય તારાઓ છે અને બધા તેમની નાભિકીય શક્તિ (Neuclear Energy)નું સર્જન આપમેળે કરે છે પણ મૂળરૂપે તે બધા મહાસૂર્યની ઊર્જા પર આધારિત અને જીવિત છે. સૂર્ય દર સેકંડે ૪.૧૦-૨૩ કિલોવોટ - (ચારસો સેક્ટીલિયન) ઊર્જા બહાર ફેંકે છે. ગરમી, પ્રકાશ અને વિદ્યુતના સંમિશ્રિત સ્વરૂપને ઊર્જા (Energy) કહેવાય છે. સૂર્યની ભીતરના ભાગનું તાપમાન બે કરોડ ડીગ્રી સેન્ટીગ્રેડથી પણ વધારે છે. ત્યાં તીવ્ર હલચલ થતી રહે છે. એવું અનુમાન કરાય છે કે સૂર્યના મધ્ય ભાગમાં આ હલચલનું કારણ સ્પાઇરલ આકાશગંગામાંથી આવી પડતા પ્રાણ છે જે બ્રહ્માંડના કોઈ વિરાટ તારામાંથી આવે છે. ગાયત્રી મંત્રના 'તત્ સવિતુ:' પદ પણ એ જ સંકેત કરે છે કે તે સૂર્ય જે આ સવિતા લોકને પ્રકાશિત કરે છે. સૂર્યના આ ભાગમાં માત્ર 'નાભિક કણ' જ હોય છે. એના પર કોઈ પણ પ્રકારનું આવરણ નથી હોતું. ન્યૂટ્રોન ઇલેકટ્રોનોને અપસૃત કરતા રહે છે, દૂર ભગાડતા રહે છે અને પોતે પ્રોટોન અથવા ધન વિદ્યુત આવેશમાં બદલાતા રહે છે. તેનાથી દ્રવ્યનું રૂપાંતર થતું રહે છે. હાઇડ્રોજન હીલિયમ રૂપે બદલાતો રહે છે તેનાથી ઉત્પન્ન થયેલી ઊર્જા જ જગતનું સંચાલન કરતી રહે છે.

આ શક્તિ પ્રાણીઓ અને પદાર્થો બધામાં વ્યાપેલી છે. મન અને પદાર્થ બધામાં રહેલી આ શક્તિ તેમને જોડી રાખે છે. અર્વાચીન ક્વૉન્ટમ ફિઝિક્સ કહે છે કે આખા બ્રહ્માણ્ડમાં બધે જ અવિભાજ્ય સમગ્રતા  (Lindivided Wholeness)પ્રવર્તે છે. મહાન ભૌતિકવિજ્ઞાાની આલ્બર્ટ આઇન્સ્ટાઈને પરમાણુ અંદર બંધ ઊર્જાના માપ માટે સમીકરણ આપ્યું - E =  એમસી (સ્વેર). ઈ એનર્જીનું સૂચન કરે છે, એમ માસ (mass) એટલે કે પદાર્થમાં દ્રવ્યની માત્રાનું સૂચન કરે છે. સી (ભ) એ એક સ્થિર અંગ છે જે પ્રકાશની ગતિ (પ્રતિ સેકન્ડ ૧,૮૬૦૦૦ માઇલ)નો બોધ કરાવે છે. આ ઊર્જા પુંજ પૌંડમાં મપાય છે. ૨૦ ફૂટ પૌંડ શક્તિનો અર્થ થાય ૨ પૌંડ ભારને ૧૦ ફૂટ ઉપર ઉઠાવવા માટે જેટલી શક્તિ વપરાય અથવા દસ પૌંડ ભારને બે ફૂટ ઉઠાવવામાં વપરાય. વિજ્ઞાાનીઓ એવું માને છે કે પૃથ્વીના બધા લોકો એક વર્ષમાં ૯ની આગળ ૧૯ શૂન્ય મૂકીએ એટલા ફૂટ પૌંડ ઊર્જા આકાશમાં ફેંકતા રહે છે.

જોકે પદાર્થમાં આ ઊર્જા થોડી અમથી માત્રામાં જ પ્રાપ્ત થઈ જાય છે. જેમકે હીલિયમ સૌથી હળવો વાયુ છે. એની નાભિ (ન્યૂક્લિયસ)માં માત્ર ૨ પ્રોટોન અને ૨ ન્યૂટ્રોન હોય છે. એમનામાં જ અણુભાર સમાયેલો હોય છે. વિજ્ઞાાનીઓએ એમને માપવા માટે જે માપક બનાવ્યા તે પ્રમાણે પ્રોટોનનો ભાર ૧.૦૦૭૮ અને ન્યૂટ્રોનનો ભાર ૧૦૦૮૯૪ દ્રવ્યમાન માત્રક હોય છે. ૨.૨ પ્રોટોન ન્યૂટ્રોનનો ભાર ૨.૦૧૫૧૫૬ + ૨.૦૧૭૮૮ = ૪.૦૩૩૦૪ દ્રવ્યમાન માત્ર હોવો જોઈતો હતો પણ હીલિયમના નાભિકનો ભાર કુલ ૪.૦૦૨૭૮ દ્રવ્યમાન માત્રક જ હોય છે. એટલે કે કુલ ૪.૦૦૨૭૯ દ્રવ્યમાન માત્રક જ હોય છે. એટલે કે કુલ સંભાવ્ય માત્રકના ૩/૧૦૦ મો અંશ ખબર નહીં ક્યાં ગાયબ થઈ જાય છે. પછી તેને શક્તિના રૂપે જાણવામાં આવ્યો -

વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું કે ગણનામાં ફૂટ પૌણ્ડનો કેવળ ૧ અંશ જેટલો સૂક્ષ્મ હોવા છતાં તે જ શક્તિ છે જે જગતને સ્થિર કરી રાખે છે. જો આ ઊર્જા ભડકી ઉઠે તો જેટલી ઊર્જા જગતના મનુષ્યો ભેગા થઈને ઉત્પન્ન ના કરી શકે એટલી ઊર્જા ભડકી ઉઠે અને જગતના બધા પદાર્થોને નષ્ટ કરીને હાઇડ્રોજનમાં ફેરવી નાંખે. હીલિયમનું જે દ્રવ્યમાન માત્રક છે માત્ર તે જ શક્તિમાં બદલી નખાય તો એટલાથી જ જે ઊર્જા પેદા થાય તે ૨૮૦ લાખ ઇલેકટ્રોન વોલ્ટ જેટલી થાય. દ્રવ્યમાં એક પરમાણુથી અધિક પરમાણુઓ હોય. 

જો કોઈ દ્રવ્યની ઊર્જાનું વિખંડન કરવામાં આવે તો એક ન્યૂટ્રોનથી ૨, ૨ થી ૪, ૪ થી ૮, ૮ થી ૧૬, ૧૬ થી ૩૨ એમ સંખ્યામાં વધતા જ જાય અને એ અનુપાતથી ઉર્જાની માત્રા પણ વધતી જાય. વિખંડનની વીસમી પેઢીમાં ન્યૂટ્રોનની સંખ્યા ૫૨૪૨૮૮ અને એંસીમી પેઢીમાં આગળ વધતાં વધતાં ૧૨૦૮૯૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦થી પણ વધારે થઈ જાય. એ સમયની શક્તિ કેટલી પ્રચંડ હોય એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જો કે આ શક્તિનો ઉછાળ ૧ નેનો સેકંડ (સેકન્ડનો અબજમો ભાગ)થી પણ ઓછા કલ્પનાતીત સમયમાં દ્રષ્ટિગોચર થઈ જાય છે. પ્રાણ યોગ પ્રચંડ પ્રાણ શક્તિ ઉત્પન્ન કરી યોગીને અપાર સામર્થ્ય પ્રદાન કરે છે.

- દેવેશ મહેતા

Related News

Icon