બાગેશ્વર ધામમાં મંગળવારે (8 જુલાઈ) વહેલી સવારે એક ધર્મશાળાની દિવાલ પડવાના કારણે ઉત્તર પ્રદેશની એક મહિલા શ્રદ્ધાળુનું મોત નિપજ્યું હતું અને 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક પોલીસ અને તંત્રએ ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા અને મામલાની તપાસ શરૂ કરી દીધી. વળી, આ પહેલાં 3 જુલાઈએ પણ ધામ પરિસરના ટેન્ટમાં તૂટી જવાથી એક વડીલનું મોત નિપજ્યું હતું. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુરૂ પુર્ણિમા પર તમામ શ્રદ્ધાળુઓને ઘરે જ રહેવાની અપીલ કરી હતી.

